- પેપરલીકેજ સામે અક્સીર કાર્યવાહી માટે નવો કાયદો ઘડયો
- વિધાનસભાના પહેલા બજેટમાં ''ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક- 2023'' કાયદો અમલમાં મૂક્યો
- કેન્દ્રમાં અનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરશે તો પણ જેલની સજાની જોગવાઈ થઈ
ડિસેમ્બર- 2022માં 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રચાયેલી ગુજરાતમાં ભાજપની નવી સરકારે સૌથી પહેલા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ચોરીઓ, પેપરલીકેજ સામે અક્સીર કાર્યવાહી માટે નવો કાયદો ઘડયો હતો. 15મી વિધાનસભાના પહેલા જ બજેટ સત્રમાં સરકારે ''ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક- 2023'' કાયદો પસાર કરવીને તેને અમલમાં મૂક્યો હતો. આ કાયદા હેઠળ પરીક્ષા સંલગ્ન તમામ સ્થળ કે કેન્દ્રમાં અનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરશે તો પણ જેલની સજાની જોગવાઈ થઈ છે. કાયદાના ભંગ સબબ તમામ ગુના બિનજામીનપાત્ર રહશે અને જવાબદારો પાસેથી પરીક્ષાનો ખર્ચ પણ વસૂલી શકાશે. કાયદો માત્ર સ્પર્ધાત્મક ભરતી પરીક્ષા જ નહીં પણ શૈક્ષણિક પરીક્ષાઓને પણ આવરીને તૈયાર કરાયો છે.










