મુકેશ અંબાણી પરિવારની નવી પેઢી ઈશા, આકાશ અને અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નોન-એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર્સ તરીકે જોડાયાં હતાં જ્યારે મુકેશ અંબાણીના પત્નિ નીતા અંબાણીએ કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. કંપનીએ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું કે કંપનીના બોર્ડની મિટિંગમાં ઈશા, આકાશ અને અનંતની નિમણૂંકના બોર્ડ પ્રવેશને મંજૂરી આપવામાં આવી હતી. આ સંદર્ભમાં કંપનીના બોર્ડે પોસ્ટલ બેલોટ નોટિસને પણ મંજૂરી આપી હતી. એક અન્ય નિર્ણયમાં કંપનીના ડિરેક્ટર્સે નીતા અંબાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. તેઓ જૂથની નોન-પ્રોફ્ટિ પાંખ રિલાયન્સ ફાઉન્ડેશનને વધુ સમય ફાળવવા માટે બોર્ડમાંથી રાજીનામું આપી રહ્યાં હોવાનું જણાવાયું હતું. દરમિયાનમાં મુકેશ અંબાણીએ એજીએમમાં એક સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે તેઓ વધુ પાંચ વર્ષો માટે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપવાનું જાળવી રાખશે.



  • Follow us on: