Flipkart Will Give Unlimited Health Cover to Full Time Employee
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઈ-કોમર્સ કંપની Flipkartએ રજૂ કરી મિશાલ, સ્ટાફને આપશે અનલિમિટેડ હેલ્થ કવર, કર્મીઓને થશે જોરદાર ફાયદો

ઈ-કોમર્સ કંપની Flipkartએ રજૂ કરી મિશાલ, સ્ટાફને આપશે અનલિમિટેડ હેલ્થ કવર, કર્મીઓને થશે જોરદાર ફાયદો

 | 2:48 pm IST
  • Share

દિગ્ગજ ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટે કોરોના કાળમાં પોતાના કર્મચારીઓ માટે શાનદાર પહેલ કરી છે. કંપનીએ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીમાં સૌથી પ્રોગેસિવ મેડિકલ ઈન્શ્યોરન્સ એન્ડ ફેમિલી સપોર્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જે હેઠળ કંપનીના ફૂલ ટાઈમ કર્મચારીઓને અનલિમિટેડ મેડિકલ કવર આપવામાં આવી રહ્યું છે. નવી પોલિસી કોરોના મહામારી બાદ પણ ચાલુ રહેશે.

આ અપડેટેડ પોલિસી હેઠળ તમામ મેડિકલ ખર્ચ અને હોસ્પિટલ ખર્ચ સામેલ છે. તેના માટે કર્મચારીઓને કોઈ પ્રીમિયમ પણ ભરવું નહીં પડે. ભારતમાં ફ્લિપકાર્ટના 15 હજારથી પણ વધારે ફૂલ ટાઈમ કર્મચારીઓ છે. ફેમિલી સપોર્ટ પોલિસી જીવ ગુમાવનાર કર્મચારીઓનાં પરિવારજનો માટે છે અને ગત વર્ષ એપ્રિલથી લાગુ કરવામાં આવશે. કર્મચારીનું મૃત્યુ કોઈપણ કારણથી થયું હોય, તેના પરિવારજનોને પોલિસીનો ફાયદો મળશે.

CTCથી 5 ગણા વેલ્યુના બરાબર લાઈફ કવર

મૃતક કર્મચારીના પરિવારને કર્મચારીના CTCથી 5 ગણા વેલ્યુના બરાબર લાઈફ કવર આપવામાં આવે છે. સાથે જ મૃતક કર્મચારીના બે બાળકોને શિક્ષામાં પણ સપોર્ટ કરવામાં આવશે. તે માટે દરેક બાળકને વાર્ષિક 1.2 લાખ રૂપિયા મળશે. આ રકમ ત્યાં સુધી મળશે જ્યાં સુધી બાળક 22 વર્ષનું થઈ જતું નથી. કંપનીએ જણાવ્યું કે આ પોલિસી ફક્ત ફુલ ટાઈમ કર્મચારીઓ માટે જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન