Flower in counting moments with slot opening in registration for corona vaccine
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોરોના રસી માટે રજિસ્ટ્રેશનમાં સ્લોટ ખુલતાની સાથે ગણતરીની ક્ષણોમાં ફૂલ, AMCના તઘલખી નિર્ણયથી…

કોરોના રસી માટે રજિસ્ટ્રેશનમાં સ્લોટ ખુલતાની સાથે ગણતરીની ક્ષણોમાં ફૂલ, AMCના તઘલખી નિર્ણયથી…

 | 7:15 am IST
  • Share

શહેરમાં કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧ મે થી ૧૮ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાનું શરૂ કરાયા બાદ રસી ખૂટી પડવાના લીધે હાલ ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાનું બંધ કરાયું છે. તેમ છતાં હજુ ૧૮ થી ૪૪ વર્ષના લોકોને રસી લેવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે કલાકોની રાહ જોયા બાદ પણ સ્લોટ મળતા નથી અને સ્લોટ ખૂલે કે ગણતરીની મિનિટોમાં જ સ્લોટ ફુલ થઈ જાય છે. ઉપરાંત હજુ પણ લોકોને દૂર દૂરના સેન્ટર મળતા હોવાથી નારાજગી જોવા મળી રહી છે.

કોરોના સામે રક્ષણ માટે રસીકરણ કરવા શહેરના યુવાનોએ ઉત્સાહ બતાવીને સામે ચાલીને હોંશભેર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. છતાં તંત્રની નિષ્ફ્ળતાના લીધે લોકોને રસી માટે ધરમધક્કા ખાવા પડે છે. ઘરની નજીકનું સેન્ટર મળતું ન હોવાથી લોકોને દૂરના સેન્ટર પસંદ કરવા પડે છે.

ઘર નજીકના સેન્ટરને પ્રાથમિકતા અપાય તેવી માગણી ઉઠી છે. જ્યારે ઘણી જગ્યાએ તો રસીનો સ્ટોક ઓછો હોવાના લીધે સેન્ટરો ઉપર રસી ખૂટી પડતા લોકોને પાછા જવું પડે છે. ટેકનિકલ ખામીઓ પણ ઓછી થવાનું નામ લેતી નથી. ઉપરાંત સ્લોટ ફુલ હોવાથી પણ લોકોને રસી મુકાવવામાં રાહ જોવી પડે છે. આમ ૧૮ વર્ષથી વધુ વયના રસીકરણમાં તંત્રની નિષ્ફ્ળતા ઉડીને આંખે વળગી છે.

અમદાવાદમાં મંગળવારે અન્ય નાગરિકોના ભોગે ૧૮થી ૪૪ વય જૂથના ૧૪,૨૩૧ લોકોને વેક્સિન અપાઈ

AMC દ્વારા તઘલખી નિર્ણય લઈને ૪૫ વર્ષથી વધુ વયના  નાગરિકો સહિત અન્ય કેટેગરીના લોકોને કોરોનાની રસી નહીં  આપીને તેમના ભોગે ૧૮થી ૪૪ વય જુથના કુલ ૧૪,૨૩૧  નાગરિકોને રસી આપવામાં આવી હતી. આમ, સોમવારે આ  કેટેગરીના નાગરિકોની સરખામણીએ મંગળવારે આ કેટેગરીમાં  બમણું રસીકરણ કરવામાં આવ્યું હતું.

AMC દ્વારા સોમવારે ૧૮થી ૪૪ વર્ષની ઉંમરના કુલ ૬,૯૧૦ નાગરિકોને વેક્સીન આપવામાં આવી  હતી. જ્યારે મંગળવારે આ વય જુથના કુલ ૧૪,૨૩૧ લોકોને રસી  અપાઈ હતી. મંગળવારે ૧૮થી ૪૪ વર્ષની વયના ૮,૭૯૮ પુરૂષ, ૫,૪૩૩  મહિલા સહિત કુલ ૧૪,૨૩૧ને રસી અપાઈ હતી. જ્યારે સોમવારે આ  કેટેગરીમાં ૪,૩૭૯ પુરૂષ, ૨,૫૩૧ મહિલા સહિત કુલ ૬,૯૧૦ લોકોને  રસી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન