Folk Singer Kirtidan Gadhvi To Perform Musical Nights In USA And UAE
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમેરિકામાં જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીએ રાસ ગરબામાં રમઝટ બોલાવી, ડોલરનો વરસાદ થયો

અમેરિકામાં જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીએ રાસ ગરબામાં રમઝટ બોલાવી, ડોલરનો વરસાદ થયો

 | 10:17 am IST
  • Share

ગુજરાત લોકગાયકોની ભૂમિ રહી છે. અનેક મહાન કલાકારો આ ધરતી પર પૈદા થયા છે. ત્યારે ગુજરાતના લોક લાડીલા અને જાણીતા કિર્તીદાનના ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ હવે સામાન્ય વાત બની ગઈ છે. કોરોના મહામારી બાદ વિદેશની ધરતી પર કિર્તીદાન ગઢવીએ પહેલો ડાયરો કરીને ધૂમ મચાવી દીધી છે.

જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીએ વિદેશની ધરતી પર રમઝટ બોલાવી હોવાની માહિતી મળી છે. કિર્તીદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતીઓ મન મૂકીને રાસગરબા કર્યા હતા. જેમાં કિર્તીદાનના ગરબાની રમઝટમાં ડોલર ઉડ્યા હોવાની માહિતી મળી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શૅર કર્યા છે. અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કિર્તીદાનને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ગુજરાતીઓએ ડોલરનો વરસાદ કરાયો હતો. હાલ સોશિયલ મીડિયામાં તેની તસવીરો વાઇરલ થઈ છે.

અત્રે નોંધનીય છે કે, કિર્તિદાનનો પહેલો શો અમેરિકાના શિકાગોમાં થયો હતો. ત્યારબાદ તેઓ ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી વગેરે જગ્યાએ શો યોજશે તેવું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો