Follow these simple tips to keep your home clean decoration
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઘરને સ્વચ્છ રાખવા અપનાવો આ સરળ ટિપ્સ, જરૂર કામમાં આવશે

ઘરને સ્વચ્છ રાખવા અપનાવો આ સરળ ટિપ્સ, જરૂર કામમાં આવશે

 | 7:20 am IST
  • Share

ઘરની સફાઈ ખૂબ જ જરૂરી છે. ઘરનો એક એક ખૂણો સાફ કરવામાં મહિલાઓની હાલત ખરાબ થઈ જાય છે. તેમ છતાં કંઈ ને કંઈ રહી તો જ જાય છે. ઘરની સફાઈમાં દરવાજા, બારી, પંખા, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, રસોડું, બાથરૂમ એમ ઘણું બધું હોય છે. ઘરની સફાઈમાં ઘણી મહેનત લાગી જાય છે. પણ જો સૂઝબૂઝથી કામ લેવામાં આવે તો ઘણી વસ્તુઓ સરળ બની જાય છે.

બાથરૂમ અને રસોડાના બેઝિનની સફાઈ

બાથરૂમ અને રસોડાના બેઝિનનો વધારે ઉપયોગ થતો હોય છે. ઘણી વખત તો તેમાં સતત ગંદું પાણી એકઠું થતું રહે છે. તેવામાં જો તમે ઈચ્છતા હોવ કે બાથરૂમ તેમજ રસોડાનું બેઝિન ચોખ્ખું રહે અને તેમાંથી દુર્ગંધ ન આવે તો તે માટે કેટલાક સરળ રસ્તા પણ છે. બેઝિનને બરાબર સાફ કરીને એક લીંબુ કાપીને તેમાં મૂકી દો. તમે ઈચ્છો તો લીંબુમાં થોડો બેકિંગ સોડા લગાવીને પણ નાખી શકો છો.

કાચ પરના ડાઘને શેવિંગ ક્રીમથી કરો દૂર

શેવિંગ ક્રીમને એક સારા ક્લીનર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. કાચ પર લાગેલા પાણીના ડાઘને શેવિંગ ક્રીમથી હટાવી શકો છો. આ ઉપરાંત બારી હોય, વાસણ હોય કે પછી કોઈ શો પીસ હોય તેના પરથી પણ શેવિંગ ક્રીમથી ડાઘ દૂર કરી શકાય છે. શેવિંગ ક્રીમને કાચ પર લગાવીને ૧૫ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ભીના કપડાંથી તેને લૂછી દો, કાચ ચમકી જશે.

ગાદલાં સફાઈની સરળ રીત

આપણે તકિયા અને ચાદરોને અવારનવાર ધોવા લેતા હોઈએ છીએ. પણ ગાદલાને એ રીતે ધોઈ શકતા નથી. તેને તો વોશિંગ મશીનમાં પણ નાખી શકાતાં નથી. તેમજ દર વખતે તેને ડ્રાય ક્લીન કરાવવું પણ મોંઘું પડે છે. આવા સમયે સરકો અને બેકિંગ સોડાનું મિશ્રણ બનાવો અને તેને કોઈ સ્પ્રે બોટલમાં ભરી લો. આ મિશ્રણને ગાદલા પર સ્પ્રે કરો. ગાદલા પર કોઈ જાડો ટુવાલ મૂકો અને તેને એક – બે કલાક સુધી એમ જ રહેવા દો. ત્યારબાદ ગાદલાને વેક્યૂમ કરી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન