ફોલો કરો આ ટિપ્સ, અને થોડા જ દિવસોમાં દૂર કરો તમારા ચશ્માના નંબર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ફોલો કરો આ ટિપ્સ, અને થોડા જ દિવસોમાં દૂર કરો તમારા ચશ્માના નંબર

ફોલો કરો આ ટિપ્સ, અને થોડા જ દિવસોમાં દૂર કરો તમારા ચશ્માના નંબર

 | 12:44 pm IST
  • Share

ઓછી વયમાં ચશ્મા આવવાના અનેક કારણો હોઇ શકે છે. જેમાં પોષક તત્વોની કમી અને આનુવંશિક કારણ મુખ્ય છે. જો કે યોગ્ય દેખરેખ અને ખાવાપીવાની સાથે-સાથે દેશી નુસ્ખા અપનાવીને ચશ્માના નંબર ઉતારી શકાય છે. તો આવો આજે અમે તમને જણાવીએ આવા જ કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જે આંખોની સમસ્યામાં રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.

1. રોજ પગના તળિયે સરસવના તેલથી માલિશ કરીને સૂવો.
2. રોજ સવારે ઉઘાડા પગે લીલા ઘાસ પર ચાલો.
3. નિયમિત રૂપે અનુલોમ-વિલોમ પ્રાણાયમ કરો.
4. ગ્રીન ટીનું સેવન પણ આંખો માટે સારું છે. એક રિસર્ચ મુજબ રોજ લગભગ પાંચ કપ ગ્રીન ટી પીવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ પ્રાપ્ત થાય છે અને આંખો સ્વસ્થ રહે છે.
5. સૂકા આમળાને આખી રાત પાણીમાં પલાળો. સવારે આ પાણીને ગાળીને આંખો ધોઈ લો. રોજ આ કામ કરવાથી ચશ્માના નંબર ઓછા થઈ જાય છે.
6. બિલીપત્રના પાનનો 20 થી 50 મિલી. રસ રોજ પીવો.
7. બદામની ગિરી, મોટી વરિયાળી અને સાકર ત્રણેયને સમાન માત્રામાં મિક્સ કરીને વાટી લો. રોજ રાત્રે સૂતી વખતે આ મિશ્રણને એક ચમચી લઈને એક ગ્લાસ દૂધમાં નાખીને પીવો. થોડા સમયમાં ચશ્માના નંબર ઓછા થઇ જશે.
8. દૂધ અને બીજા ડેરી પ્રોડ્કટ્સનુ સેવન વધુ પ્રમાણમાં કરવુ જોઈએ. તેના સેવનથી આંખોને યોગ્ય માત્રામાં પોષક તત્વ મળે છે.
9. સૂરજમુખીના બીજનુ સેવન પણ આંખો માટે લાભકારી હોય છે. આ બીજમાં પૂરતા પ્રમાણમાં વિટામીન સી. વિટામીન ઈ, બીટા કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તેથી તેના સેવનથી આંખોની નબળાઈ દૂર થાય છે.
10. ચણાની દાળ જેટલી ફટકડીને શેકીને સો ગ્રામ ગુલાબજળમાં નાખો. રોજ રાત્રે સૂતા પહેલા આ ગુલાબજળના
4-5 ટીપા આંખોમા નાખો. થોડા જ દિવસોમાં તમારા ચશ્માના નંબર ઉતરી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન