Food Recipe Churma na ladoo
  • Home
  • Food & Lifestyle
  • આ રીતે ઘરે જ બનાવો ચૂરમાના લાડુ, યાદ આવી જશે દાદી-નાનીની

આ રીતે ઘરે જ બનાવો ચૂરમાના લાડુ, યાદ આવી જશે દાદી-નાનીની

 | 6:19 pm IST
  • Share

ઘણીવાર એવું થાય કે દાદી-નાનીના ઘરે ખાધા હતા એવા જ સ્વાદવાળા લાડુ ખાવાની ઈચ્છા થઇ આવે. ત્યારે જો તમે આ રીતે ઘરે જ લાડુ બનાવશો તો એનો સ્વાદ એકદમ એવો જ આવશે જેવો તમને તમારી દાદીએ કે નાનીએ ખવડાવ્યો હશે. આજે નોંધી લો ચુરમાના લાડુ બનાવવાની રીત

તૈયારીનો સમય : 10 મિનિટ. બનાવવાનો સમયઃ 26 મિનિટ. 11 લાડુ માટે.

સામગ્રી

  • 11/2 કપ કરકરો ઘઉંનો લોટ 
  • 4 ચમચી ઘી
  • 1/4 કપ ખમણેલું સૂકું નાળિયેર 
  • 2 ટેબલસ્પૂન તલ  
  • ઘી, તળવા માટે 
  • 3/4 કપ સમારેલો ગોળ 
  • 1 ટેબલસ્પૂન દૂધ, વૈકલ્પિક 
  • ખસખસ, રોલિંગ માટે

 

રીત                

1. એક પહોળા નોન-સ્ટિક પેનમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરો, તેમાં નાળિયેર અને તલ ઉમેરો. મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો. બાજુ પર રાખો. 

1. ચૂરમા લાડુ બનાવવા માટે એક ઊંડા બાઉલમાં કરકરો ઘઉંનો લોટ અને 1/2 કપ પાણી ઉમેરીને કડક કણક તૈયાર કરી લો.

2. કણકને 8 સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને તમારી મુઠ્ઠીનો આકાર આપો અને ખાડો બનાવવા માટે દરેક ભાગની મધ્યમાં તમારી આંગળીઓથી દબાવો.

3. એક ઊંડી નોન-સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરો અને એક સમયે 4 કણકના ભાગને મધ્યમ તાપ પર 20 મિનિટ સુધી અથવા જ્યાં સુધી તે બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગનો ન થાય ત્યાં સુધી તળી લો. ટિશ્યૂ પેપર પર કાઢી લો અને તેને ઠંડું થવા દો.

4. રીત ક્રમાંક 4 મુજબ વધુ 4 કણકના ભાગને તળી લો. 

5. એક વાર ઠંડું થઈ જાય પછી, તેના ટુકડા કરી લો અને મિક્સરમાં બારીક પાઉડર બનવા સુધી પીસી લો. ચૂરમાને એક બાજુ રાખો.

6. બાકીના 3 ટેબલસ્પૂન ઘીને એક પહોળા નોન સ્ટિક પેનમાં ગરમ કરો, તેમાં ગોળ અને 1 ટેબલસ્પૂન પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહી 3થી 4 મિનિટ સુધી ધીમા તાપ પર રાંધી લો.

7. એક ઊંડા બાઉલમાં ચૂરમું, પીગળાવેલો ગોળ અને નાળિયેર-તલનું મિશ્રણ ભેગું કરો અને ખૂબ સારી રીતે મિક્સ કરો. મિશ્રણને થોડું ઠંડું થવા દો. 

8. મિશ્રણને 11 સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને ગોળાકાર લાડુનો આકાર આપો અને ખસખસને ત્યાં સુધી રોલ કરો જ્યાં સુધી તે બધી બાજુઓથી સમાન રીતે કોટેડ ન થાય.

9. ચૂરમા લાડુને તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં સ્ટોર કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો