Food Tips How To Check If Sabudana Is Adulterated
  • Home
  • Featured
  • નવરાત્રિએ નકલી સાબુદાણા ખાવાથી બચો, આ રીતે ઓળખો

નવરાત્રિએ નકલી સાબુદાણા ખાવાથી બચો, આ રીતે ઓળખો

 | 1:35 pm IST
  • Share

  • આજકાલ બજારમાં અસલીને બદલે મળી રહ્યા છે નકલી સાબુદાણા

  • કેવી રીતે કરશો અસલી અને નકલી સાબુદાણાની ઓળખ

  • ભેળસેળયુક્ત સાબુદાણા કરે છે શરીરને ઘણું નુકશાન

સાબુદાણા એક શાકાહારી ફૂડ છે, ફરાળના આહાર તરીકે ઓળખાય છે, ઉપવાસમાં ખવાય છે. સાબુદાણા ટૈપિઓકા કંદમાંથી કાઢવામાં આવેલા સ્ટાર્ચમાંથી બનાવવામાં આવે છે. પરંતુ આજકાલ બજારમાં અસલીને બદલે નકલી સાબુદાણા ખૂબ મળી રહયા છે. આ ખૂબ જ ચળકતા દેખાય છે અને પોલિશ્ડ સફેદ મોતી જેવા દેખાય છે. તો ચાલો આજે જાણીએ કે કેવી રીતે કરશો અસલી અને નકલી સાબુદાણાની ઓળખ –

અસલી અને નકલી સાબુદાણા ઓળખવાની સરળ રીત –

થોડા સાબુદાણા લો અને તેને મોઢામાં મુકો અને થોડીવાર ચાવો. જો તમને કુરકુરા લાગે તો આ ભેળસેળયુક્ત સાબુદાણા છે. જયારે અસલી સાબુદાણા ચાવો ત્યારે સ્ટાર્ચ બહાર આવે છે અને એ દાંત સાથે થોડા ચોંટે છે.

આ સિવાય બીજી રીતે પણ ઓળખી શકાય છે –

– સાબુદાણાને થોડો સમય પાણીમાં પલાળી રાખો જો તે ફૂલી જાય તો તે શુદ્ધ છે અને જો નહીં તો તે ભેળસેળયુક્ત નકલી સાબુદાણા છે.

– સાબુદાણાને થોડા સમય માટે બાળવાથી ભેળસેળયુક્ત સાબુદાણા રાખ છોડી દેશે અને અસલી સાબુદાણા રાખ છોડશે નહીં.

– અસલી સાબુદાણાને બાળવાથી તેની સુગંધ આવશે અને ભેળસેળયુક્ત સાબુદાણાથી ધુમાડો નીકળવા લાગશે.

બીમારો માટે તંદુરસ્ત આહાર –

સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ વધારે અને ચરબી ઓછી હોય છે. સાબુદાણાને અન્ય ખાદ્ય પદાર્થોની સરખામણીમાં વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે તે સ્ટાર્ચથી ભરપૂર હોય છે અને તેમાં કોઈ કૃત્રિમ ગળપણ કે રસાયણો હોતા નથી. તેનો ઉપયોગ બીમાર લોકો માટે હેલ્થ ફૂડ તરીકે પણ થાય છે કારણ કે તે ઝડપી ઉર્જા આપે છે અને પચવામાં સરળ છે.

ભેળસેળયુક્ત સાબુદાણા ખાવાના ગેરફાયદા –

ભેળસેળયુક્ત સાબુદાણા ઘણા પ્રકારના બ્લિચિંગ એજન્ટ અને કેમિકલ્સ જેમ કે ફોસ્ફોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સિવાય સફેદ અને ચમકતા દેખાડવા માટે આર્ટિફિશિયલ વ્હાઇટનિંગ એજન્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેને ખાવાથી શરીરમાં ઝેર પેદા થઈ શકે છે, શરીરના ઘણા ભાગોને નુકસાન અથવા લકવો થઈ શકે. તે કેન્સર, અન્ય કિડની રોગો અને લીવર રોગોનું કારણ બની શકે છે. આ સિવાય હૃદયરોગ અને કિડની ફેલ્યરની સંભાવના રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો