• કોઈપણ સીઝનમાં બનાવો મસાલા છાશ
  • પેટની સમસ્યા અને કબજિયાતમાં આપશે રાહત
  • ભોજન પચાવવામાં ઝડપથી રહેશે કારગર

ગરમીમાં તાજગી આપવા અને શરીરને હેલ્ધી બનાવી રાખવા માટે છાશ તમને મદદ કરી શકે છે. તેને બનાવવા માટે કેટલીક ખાસ ચીજને મિક્સ કરવામાં આવે છે. જો તમે કબજિયાતમાં રાહત મેળવવા ઈચ્છો છો તો ખાસ પ્રકારની છાશનું સેવન કરી શકો છો. આ છાશ ભોજન પચાવવામાં પણ લાભદાયી રહે છે.

સામગ્રી

  • 1 કપ તાજું દહીં
  • 1 લિટર પાણી
  • 1 ટુકડો આદુ
  • 1 નંગ લીલું મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • લીલી કોથમીર
  • ફૂદીનો બારીક સુધારેલો
  • શેકેલું જીરું
  • બરફના ટુકડા


બનાવવાની રીત

સૌ પહેલા એક વાસણમાં દહીં લો. તેમાં મીઠું, ખાંડ, જીરું મિક્સ કરો અને વલોણી કે ગ્રાઈન્ડરથી મિક્સ કરો. હવે તેમાં એક ગ્લાસ પાણી મિક્સ કરો અને પછી તેમાં બાકીનું પાણી ઉમેરો. હવે તેમાં આઈસક્યૂબ મિક્સ કરો. હવે લીલા મરચાં કાપો અને આદુ છીણીને ઉમેરો. લીલી કોથમીર અને ફૂદીનાના પાન પમ ઉમેરો. એક કપ પાણી લો અને તેમાં બધી વસ્તુઓ મિક્સ કરીને થોડી વાર રહેવા દો. ગ્લાસમાં છાશ પીરસો ત્યારે ફૂદીનાના પાનથી સજાવો. આ છાશ ભોજન પચાવવામાં મદદ કરે છે. આ છાશ કોઈ પણ સીઝનમાં પાચનને સારું રાખવામાં લાભદાયી રહેશે. 

  • Follow us on: