• શિયાળો જતા પહેલા કરો આ કામ

  • 8 સુપરફૂડ કરશે તમારી મદદ

  • આમળા, કંદમૂળ, ઘી, ગ્રીનભાજીનો કરી લો ઉપયોગ

 

 

શિયાળો જવામાં થોડો સમય બાકી રહ્યો છે ત્યારે જો તમે હજુ પણ હેલ્ધી ડાયટને ફોલો નથી કર્યો તો તમારે અત્યારથી જ 8 ફૂડ ખાવાનું શરૂ કરી દેવું. તે તમારી હેલ્થને મોટો ફાયદો આપશો.

 

આ રીતે થશે શરીરને અસર

ઠંડીની સીઝનમાં એનર્જી લેવલ અને મેટાબોલિઝમ સિસ્ટમ પર અસર થાય છે. શરીરને ગરમ રાખવા અને બીમારીથી બચવા માટે તમે હજુ પણ ટેસ્ટી અને હેલ્ધી ડાયટ ચાર્ટને ફોલો કરો તે જરૂરી છે. શિયાળો જવામાં થોડો સમય બાકી છે તો તમે હાલની સીઝનમાં હેલ્ધી ડાયટથી દૂર રહો તે યોગ્ય નથી. જાણો કયા 8 સુપરફૂડ તમારી મદદ કરશે.

પાંદડાવાળા શાક

પાલક અને સરસોની ભાજી વિટામિન અને મિનરલ્સનો સારો સોર્સ માનવામાં આવે છે. આ શાક શિયાળામાં થતા સાંધાના દુઃખાવવામાં મોટી રાહત આપે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં બીટા કેરોટિન મળે છે. જે હાડકા અને આંખને માટે ફાયદો કરે છે. તેમાં ગ્લુકોસિનોલેટ્સ નામનું ફાઈટોન્યૂટ્રિઅન્ટ્સ ફ્રી રેડિકલ ડેમેજથી બચાવે છે.

ઘી

આયુર્વેદમાં ઘીના અનેક ફાયદા અપાયા છે. હેલ્ધી અને નેચરલ ફેટથી યુક્ત શુદ્ધ ઘી ટ્રાઈગ્લિસરાઈડ્સ કે ટ્રાન્સ ફેટને ઘટાડે છે. લાંબા સમય સુધી તમારી ભૂખને શાંત કરે છે. ઘી ડાયજેસ્ટિવ ઓર્ગનની ઈનર લાઈનિંગને પ્રોટેક્ટ કરે છે અને હાડકામાં ગ્રીસની જેમ કામ કરે છે. તમે શાક, રોટલી કે દેશી ખાનપાનમાં તેને સામેલ કરી શકો છો.

કંદમૂળ

જમીનમાં મૂળ સાથે થતા શાક હેલ્થને ફાયદો આપે છે. તેનાથી સાંધામાં અનેક પોષક તત્વો અને એન્ટીઓક્સીડન્ટ્સ મળે છે. તેમાં વધારે કેલેરી હોતી નથી. તેમાં મૂળા, શલગમ, ગાજર અને શક્કરિયા સામેલ છે. તમે શાક, સલાડ, પરાઠા કે જ્યુસના રૂપમાં તેનું સેવન કરી શકો છો.

શીશમ

શીશમના બીજ ખાવાનું હેલ્થ માટે સારું રહે છે. તેમાં મળતા એન્ટીઓક્સીડન્ટ્સ હેલ્થ માટે સારા માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર હોય છે અને શિયાળામાં તેને ખાવાથી શરીર ગરમ રહે છે. તેના બીજ ચહેરાનો નિખાર વધારવામાં અને વધતી ઉંમરની અસરને ઘટાડવામાં મદદ કરે છે. તમે ગોળ કે શિંગની સાથે તેને ખાઈ શકો છો.

 

આમળા

વિટામિન સીથી ભરપૂર આમળા ફક્ત ડિટોક્સીફાઈંગ એજન્ટ છે એટલું નહીં પણ તે ઈમ્યુનિટીને વધારે છે. તમે મીઠું, ચીલી પાવડર, ચટણી, અથાણું, મુરબ્બો કે જ્યૂસની સાથે તેનું સેવન કરી શકો છો. તેમાં મળતા માઈક્રો ન્યૂટ્રિઅન્ટ્સ ઈમ્યુનિટી વધારીને બીમારીથી બચાવવાનું કામ કરે છે.

મકાઈ

ઠંડીની સીઝનમાં ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો અને ડાયટમાં બાફેલા મકાઈને સામેલ કરો. તેમાં વિટામિન બી5, ફોલિક એસિડ, ફોલેટ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ સ્વાદની સાથે હેલ્થને માટે પણ ફાયદો આપે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને " data-show-text="true">

પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

  • Follow us on: