• અસ્થમા પેશન્ટ માટે દહીં પેટની તકલીફ અને બીપી વધારશે
  • એસિડિટીના દર્દીને દહીંથી અપચો અને ઉલ્ટીની સમસ્યા રહેશે
  • આર્થરાઈટિસની તકલીફમાં દહીંનું પ્રમાણસરનું સેવન કરવું

કેટલાક લોકો માટે દહીં વિના ભોજન અધૂરું રહે છે. ઉનાળામાં રોજ ભોજનમાં દહીંનું સેવન કરનારા લોકોનું પ્રમાણ વધારે છે પણ શું તમે જામો છો કે દહીં નુકસાન પણ કરી શકે છે. એટલે કે જે લોકો પહેલાથી બીમારીનો સામનો કરી રહ્યા છે તેઓએ તેનાથી દૂરી રાખવી નહીં તો તમારી મુશ્કેલીઓ વધી જશે. અસ્થમા અને એસિડિટીના દર્દીને માટે આ ઝેરથી ઓછું નથી. તો જાણો કઈ તકલીફો થઈ શકે છે અને કોણે તેના સેવનને ટાળવું.


અસ્થમાના દર્દીઓએ બનાવી રાખવું અંતર

તમામ લોકો જાણે છે કે દહીંમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે જે પેટની સમસ્યાઓ, હાઈ બીપીને ઘટાડવાની સાથે સાથે અનેક બીમારીમાં મદદ કરે છે.પણ જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ રહે છે તેઓએ તેનાથી દૂરી બનાવી રાખવી. તમે સીમિત પ્રમાણમાં સેવન કરો તે જરૂરી છે.

એસિડિટીના દર્દીને પણ કરશે નુકસાન

એવા લોકો કે જેમને એસિડિટીની સમસ્યા છે તેઓએ તેનાથી અંતર રાખવું. નહીં તો તમારી સમસ્યા વધશે. આ લોકો દહીં સારી રીતે પચાવી શકતા નથી અને તેમને ઉલ્ટીની શક્યતા રહે છે. એવામા સીમિત પ્રમાણમાં સેવન કરવું.


આર્થરાઈટિસની સમસ્યામાં જરાય ન ખાઓ દહીં

આર્થરાઈટિસની સમસ્યામાં દહીંનું સીમિત રીતે સેવન કરો કેમકે એ તમારી મુશ્કેલી વધારી શકે છે. આ લોકો અઠવાડિયે 1 વાર દહીં ખાઈ શકશે નહીં તો તમારી સમસ્યા વધશે. માનવામાં આવે છે કે તેના સેવનથી દાંત અને હાડકા મજબૂત બને છે પણ આ સ્થિતિમાં પણ ડોક્ટરની સલાહ વિના દહીંનો ઉપયોગ ટાળો તે જરૂરી છે.  

  • Follow us on: