• દૂધ સામાન્ય ફૂંફાળું હોય ત્યારે મેળવણ ઉમેરો
  • ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ દહીં બનાવવા ટાળો
  • રાતે દહીં મેળવવાથી સવારે પરફેક્ટ રૂપમાં મળશે

દહીં એક એવી ચીજ છે જે નાના બાળકોથી લઈને મોટેરાંઓને પણ પસંદ હોય છે. પરંતુ ક્યારેક એવું બને છે કે ઘરે બનાવેલું દહીં માર્કેટ જેવું હોતું નથી. જો તમને આ દહીં પસંદ નથી તો તમે માર્કેટથી દહીં લઈ આવો છો. પરંતુ તમે આવું દહીં ઘરે જ બનાવી શકો છો.

દહીં હેલ્થ માટે લાભદાયી માનવામાં આવે છે. પણ જો ઘરે તમે યોગ્ય રીતે બનાવશો તો તમે તેને બહારથી ખરીદીને લાવવાની જરૂર નહીં અનુભવો. પરંતુ તેને માટે કેટલીક ખાસ ટ્રિક અપનાવી શકો છો.

આ ચીજોની મદદથી જામશે મસ્ત દહીં

ઘરે દહીં મેળવવા માટે 2 ચીજની જરૂર રહે છે. પહેલું છે ફૂલ ક્રીમ દૂધ અને અન્ય છે તે છે 2 ચમચી દહીંનું મેળવણ. તેની મદદ વિના તમે દહીં નહીં મેળવી શકો. મેળવણથી દહીં મેળવવામાં સરળતા રહે છે. તેની પરત પાતળી હોય છે અને દહીં ઘટ્ટ જામે છે.

દહીં મેળવવા માટે આ ટિપ્સ છે કામની

  • સૌ પહેલા એ નક્કી કરવું કે કેટલું દહીં મેળવવાનું છે. આ રીતે તમે એક વાસણમાં દૂધ લો અને તેને સારી રીતે ઉકાળો, માની લો કે તમારે એક લિટર દહીં મેળવવું છે તો તમારે એક લિટર દૂધ લેવું પડશે.
  • હવે એક વાટકી લો અને તેમાં 2 ચમચી દહીંનું મેળવણ મેળવીને સારી રીતે ફેંટી લો.
  • આ પછી ફેંટેલું મેળવણ દૂધમાં મિક્સ કરી લો.
  • હવે તેને એવી જગ્યાએ ઢાંકીને રાખો કે તે હલે નહીં.
  • દહીં બનવામાં 4-5 કલાકનો સમય લાગે છે. આ માટે સૂતા પહેલા દહીં મેળવો જેથી તમને સવારમાં માર્કેટ જેવું ઘટ્ટ દહીં તૈયાર મળે.

ટિપ્સ

  • ધ્યાન રાખો કે દૂધ વધારે ગરમ ન હોય, સામાન્ય ગરમ દૂધમાં જ મેળવણ મેળવો.
  • દહીં મેળવવા માટે ઠંડા દૂધનો પણ ઉપયોગ ન કરો. ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ પણ ટાળો. તેનાથી યોગ્ય દહીં જામતું નથી.  

  • Follow us on: