• ડાયાબિટીસ અને સ્થૂળતાથી આપશે છૂટકારો
  • પ્રેગનન્સીમાં પણ આપશે ફાયદો
  • એનિમિયાથી બચાવશે, કબજિયાત દૂર કરશે

સૂકા જરદાળુ એટલે કે dry apricots ખાવામાં ટેસ્ટી લાગે છે. ખાસ રીતે સૂકા જરદાળુનો સ્વાદ ઘણો સારો હોય છે. સૂકા જરદાળુ હેલ્થ માટે ફાયદો કરે છે. આ એક ડ્રાયફ્રૂટ્સ છે. સૂકા જરદાળુ તમને સ્વસ્થ રાખવા અને અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરને ભરપૂર પોષક તત્વો મળે છે. સૂકા જરદાળુ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, વિટામિન એ અને વિટામિન સીથી ભરપૂર છે. સૂકા જરદાળુમાં કેરોટિનોઈડ જેવા ફાઈટોકેમિકલ પણ મળે છે. આ તમામ પોષક તત્વો હેલ્થને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. તો જાણો તેના સેવનથી કઈ સમસ્યાઓમાં રાહત મળી શકે છે.

સૂકા જરદાળુ ખાવાના ફાયદા

[[$googlead]]

વજન ઘટાડશે

[[$alsoread]]

સ્થૂળતા એક સામાન્ય સમસ્યા છે. ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી તે સમસ્યા ઘટી શકે છે. સીમિત પ્રમાણમાં તેને ખાવામાં આવે તો તેનાથી વજનને નિયંત્રિત કરી શકાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળે છે. તેનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. સૂકા જરદાળુ ખાવાથી સ્થૂળતાની સમસ્યા ઘટે છે.

પ્રેગનન્સીમાં કરશે ફાયદો

પ્રેગનન્સીમાં મહિલાઓના પોષક તત્વોની વધુ જરૂર રહે છે. તેનાથી વિટામિન અને મિનરલ્સની ખામીને પૂરી કરી શકાય છે. ગર્ભાવસ્થામાં તેનાથી માતા અને શિશુને ભરપૂર પોષણ મળે છે. તેને ખાવાથી ઓક્સીજનનો સપ્લાય સારો રહે છે. આયર્નથી ભરપૂર હોવાથી પ્રેગનન્સીમાં તેની ખામી રહેતી નથી.

એનિમિયાથી બચાવશે

સૂકા જરદાળુ શરીરમાં આયર્નની ખામીને પૂરી કરે છે. તેનાથી એનિમિયાની સમસ્યાથી બચી શકાય છે. તેના સેવનથી હિમોગ્લોબિન પણ વધે છે. તેને ખાવાથી શરીરમાં લોહી ઝડપથી વધશે.

કબજિયાતની સમસ્યા દૂર કરે

સૂકા જરદાળુમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી પાચન ક્રિયામાં સુધારો આવે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ફાઈબર યુક્ત ખોરાક ખાવાથી કબજિયાતથી રાહત મળે છે. પેટ અને પાચનની સમસ્યામાં ઝડપથી રાહત મળે છે.

ડાયાબિટીસને કરશે કંટ્રોલ

ભલે સૂકા જરદાળુ સ્વાદમાં ગળ્યા હોય છે પણ તેને ખાવાથી ડાયાબિટીસની સમસ્યાને કંટ્રોલ કરી શકાય છે. સૂકા જરદાળુ ખાવાથી બ્લડમાં ગ્લૂકોઝનું પ્રમાણ ઓછું હોય છે. તેનાથી આ રોગ સંબંધી અન્ય સમસ્યામાં બચી શકાય છે.  

  • Follow us on: