• દિવસમાં 1 કેળું ખાવાથી ઘટશે વજન
  • પીળા શિમલા મરચાનું શાક કે સલાડ કરશે મદદ
  • લીંબું પણ ફેટ બર્ન કરવામાં છે લાભદાયી

વાત જ્યારે વજન ઘટાડવાની આવે છે તો ખાનપાનમાં એ ચીજોને સામેલ કરવાની કોશિશ કરાય છે જેનાથી શરીરનું વજન ઘટવામાં મદદ મળી રહે. આ ફૂડ્, મેટાબોલિઝમને વધારનારા હોઈ શકે છે, પ્રોટીનથી ભરપૂર હોઈ શકે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. આ કારણે તેને ડાયટનો ભાગ બનાવી લેવો જરૂરી છે. તો જાણો કઈ ચીજો ફટાફટ ઘટાડશે તમારું વજન.

પીળી વસ્તુઓ ઘટાડશે તમારું વજન

કેળા

કેળાને લઈને સૌથી ખાસ વાત એ સમજવી જરૂરી છે કે તેને ખાવાનું પ્રમાણ વજન વધશે કે ઘટશે તે નક્કી કરશે. કેળાને સીમિત પ્રમાણમાં ખાવામાં આવે તો તે વજન ઘટાડે છે. તેમાં ફાઈબર વધારે હોય છે જેના કારણે તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. દિવસમાં એક વાર તેને ખાવાથી વજન ઘટાડવામાં ફાયદો મળી શકે છે.

પીળા શિમલા મરચા

વેટ લોસ ડાયટમાં પીળા શિમલા મરચાને સામેલ કરી શકાય છે. તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે અને આ એક્સેસ ફેટને ઘટાડવામાં અસરદાર છે. તેને રોજ ખાવામાં આવે તો આ વજન ઘટાડવામાં લાભદાયી સાબિત થઈ શકે છે. આ સિવાય તેમાં ફાઈબરનો સોર્સ સારો હોય છે જે મેટાબોલિઝમને દુરસ્ત કરવામાં મદદ કરે છે. તેને ચઢવીને ન ખવાય તો તેને તમે સલાડ કે સેન્ડવિચની સાથે ઉપયોગમાં લઈ શકો છો.


લીંબુ

વજન ઓછું કરવા માટે લીંબુંનું મહત્ત્વ સૌથી વધારે છે. તેમાં વિટામિન સી અને એન્ટી ઓક્સીડન્ટ્સનું પ્રમાણ વધારે રહે છે. સાથે તે શરીરને ડિટોક્સીફાઈ કરે છે જે ફેટ બર્નનું કામ કરે છે. આ સિવાય એક્સપર્ટ્સનું કહેવું છે કે લીંબુના સેવનથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. તેને ખાવામાં અલગ અલગ રીતે સામેલ કરી શકાય છે અને સલાડ અને ડ્રિંક્સ બનાવીને પણ ઉપયોગમા લઈ શકાય છે.

આદુ

આદુનો રંગ પણ પીળો જ માનવામાં આવે છે અને સાથે આદુથી બનાવેલા ડ્રિંક શરીરનું વજન ઓછું કરવામાં મદદ કરે છે. તેને તૈયાર કરવા માટે ગરમ પાણીમાં આદુના નાના ટુકડા મિક્સ કરો. આ પાણી સવારના સમયે પી શકાય છે. આ સિવાય શાક કે સલાડમાં પણ આદુનો ઉપયોગ કરો. 

  • Follow us on: