• ફર્મેન્ટેડ ફૂડ હોવાથી પેટ માટે સારું રહે છે
  • ટ્રાંસફેટ કે સેચ્યુરેટેડ ફેટ હોચી નથી
  • વેટલૉસ ફ્રેન્ડલી ડાયટ હોવાથી મળશે લાભ

ઈડલી એક એવી ડિશ છે જેને દક્ષિણ ભારતના લોકો પસંદ કરે છે. સાથે જ તેને ખાવાનો ક્રેઝ ભારતના દરેક ભાગમાં જોવા મળે છે. ઉત્તર ભારતમાં તો અનેક રેસ્ટોરન્ટ તેના ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન ટેસ્ટ માટે જાણીતા છે. પણ જો તમે ઈડલી પસંદ કરો છો તો આજે અમે તમને તેના ફાયદા જણાવીશું. આ જાણ્યા પછી તમે તેને શક્ય તેટલી વધુ વખત ખાશો.


જાણો ઈડલી ખાવાના લાભ

  • પહેલી વાત એ કે તે બનાવવાનું સરળ છે.ઈડલી ખાવાનું મન છે તો રવાને થોડો સમય પલાળીને તમે ઝડપથી ઈન્સ્ટન્ટ ઈડલી બનાવી શકો છો.
  • ફર્મેન્ટેડ ફૂડ હોવાના કારણે તે પેટને માટે સારું રહે છે.
  • તેને બનાવવામાં તેલ મસાલાની જરૂર પડતી નથી. તેને પચાવવાનું સરળ રહે છે.
  • ઈડલી ફાઈબર રિચ ફૂડ છે. તેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહેવાનો અહેસાસ થાય છે. માટે જલ્દી ભૂખ લાગતી નથી.
  • તેમાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્સફેટ કે સેચ્યુરેટેડ ફેટ હોતું નથી. એવામાં તેને ખાવા માટે તમારે વધારે વિચારવાની જરૂર રહેતી નથી.
  • જો તમે ડાયટિંગ કરી રહ્યા છો તો પણ તેને ખાઈ શકાય છે. ઈડલી કેટલી ખાવી તે તમે સરળતાથી નક્કી કરી શકો છો.
  • તમે ડાયટ કે ફિટનેસને ધ્યાનમાં રાખીને રવા, ઓટ્સ, રાગી કે મલ્ટીગ્રેન ઈડલી પણ બનાવી શકો છો.
  • ઈડલી વેટ લૉસમાં ફ્રેન્ડલી ડાયટ છે. તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો તમે ન્યૂટ્રિશનિસ્ટ પાસેથી સલાહ લો તે જરૂરી છે.
  • ભોજનમાં તે ટેસ્ટી અને સોફ્ટ રહે છે. તમે તેને ડાયટનો ભાગ બનાવી શકો છો.
  • સવારે બનાવેલી ઈડલી બચી જાય તો તેને ચાની સાથે પણ ફ્રાય કરીને ખાઈ શકો છો.


  • Follow us on: