• ડાયટમાં ગોળનું સેવન આપશે આરામ
  • અજમો ખાઈને પાણી પીવાથી પણ મળશે રાહત
  • વરિયાળી ખાઈને પાણી પીવાથી એસિડિટીમાં રાહત રહેશે

છાતીમાં બળતરા થવા અને પેટમાં ગરમી થવાના કારણે વારંવાર સમસ્યા રહે છે. આ સ્થિતિથી બચવા માટે લોકો અનેક દવાઓ લે છે પણ જો તમે ડોક્ટરને પૂછ્યા વિના દવા લો છો તો આરામ પડશે નહીં. આ સમયે જો તમે કેટલાક ઘરેલૂ ઉપાયો અપનાવો છો તો તમને રાહત મળશે. જાણો કયા સરળ નુસખા તમને આરામ આપશે.


2 રીતે કરો વરિયાળીનો ઉપયોગ

એસિડિટીથી તરત રાહત મેળવવા માટેનો સરળ ઉપાય છે કે તમે એક ચમચી વરિયાળી ચાવો અને તેની પર 2-3 ઘૂંટડા પાણી પીઓ. તમને તરત આરામ મળશે. જો તમને વધુ એસિડિટી રહે છે તો તમે વરિયાળી અને મિસરીને એકસાથે ખાઓ.

ગોળ રહેશે લાભદાયી

ગોળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ બંને હોય છે. શરીરમાં પીએચ બેલેન્સ મેન્ટેન કરવા અને પાચન વધારવામાં મદદ કરે છે. ગોળનું સેવન તમારી બળતરાને ઘટાડશે. જો તમે તેનું વધારે સેવન કરશો તો બળતરા વધી શકે છે.


અજમો

ઘરની રસોઈમાં રહેલો અજમો ઉપયોગી સાબિત થશે. પા ચમચી અજમો લો અને તેને ચાવી લો. તેની ઉપર થોડું પાણી પીઓ. તમને તરત રાહત મળશે. ઘરમાં અજમાના પાન હોય તો તેની સાથે સિંધવ મીઠું ખાઈ લો અને થોડું પામી પીઓ. આ રીતે પણ તમારી બળતરા, પેટની ગરમીમાં રાહત મળશે.  

  • Follow us on: