- હાર્ટ શેપ પિઝા બનાવી ઘરે જ ઉજવો વેલેન્ટાઈન ડે
- ઓછી મહેનતે પીઝા બનાવી પાર્ટનરને આપો સરપ્રાઈઝ
- પાર્ટનરને પસંદ હોય એવી વસ્તુનું ધ્યાન રાખી પીઝા બનાવો
વેલેન્ટાઈન વીક નજીક આવતા જ દરેક વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની યોજના બનાવે છે. લોકો ડિનર માટે બહાર જાય છે, મૂવી ડેટ્સ પ્લાન કરે છે તેથી પાર્ટનરને ખાસ લાગે છે. જો કે, ઘણા યુગલો સમયના અભાવે પ્લાન કરી શકતા નથી. આવી સ્થિતિમાં તેઓ ઘરે જ વેલેન્ટાઈન ડે ઉજવે છે. જો તમે પણ ઘરે મનાવો છો વેલેન્ટાઈન ડે તો તમારા માટે આ ખાસ રેસેપી છે.
ઓછી મહેનતે બનાવો પીઝા
તમારી વેલેન્ટાઈન ડેટને ખાસ બનાવવા માટે તમે ઘરે હાર્ટ શેપ પિઝા બનાવી શકો છો. તેને બનાવવા માટે તમારે વધુ મહેનત પણ નહીં કરવી પડે.
હાર્ટ શેપ પિઝા બનાવવા માટે જરૂરી સામગ્રી
પિઝા બેઝ-2
પિઝા સોસ - 3 ચમચી
ચીઝ - 2 ચમચી
કેપ્સીકમ - 1 સમારેલ
ટામેટા - 1 સમારેલ
ઓરેગાનો - 1/2 ચમચી
ચિલી ફ્લેક્સ - 1/2 ટીસ્પૂન
હાર્ટ શેપ પિઝા આ રીતે બનાવવો
સૌથી પહેલા તમે રેડીમેટ પિઝા લો. હવે આ બેઝને શેપ કટરની મદદથી હાર્ટના આકારમાં કાપો. હવે ટોમેટો કેચપ પીઝાના આખા બેઝ પર ફેલાવો. આ પછી હવે તેની ઉપર બારીક સમારેલી ડુંગળી અને ટામેટાં મૂકો.
પિઝા પર ટોપિંગ્સ મૂકો
તમે પિઝામાં તમારી પસંદગીના અન્ય શાકભાજી જેમ કે કેપ્સિકમ, સ્વીટ કોર્ન, બેબી કોર્ન વગેરે ઉમેરી શકો છો. આ દરમિયાન ધ્યાન રાખો કે તમારા પિઝામાં એવી વસ્તુઓ ન નાખો જે તમારા પાર્ટનરને પસંદ ન હોય. આ પિઝાને ઓવનમાં 20 મિનિટ સુધી પકાવો. જો તમે ઈચ્છો તો તેને ઓરેગાનોથી પણ ગાર્નિશ કરી શકો છો.