- ચોમાસામાં ભજીયા બનશે બેસ્ટ નાસ્તો
- ગરમાગરમ મરચાના ભજીયા આપશે અલગ ટેસ્ટ
- ઘરે જ કરી લો ફટાફટ તૈયારી
શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ સમયે જો તમે પણ કંઈ ચટપટું ખાવાનું વિચારી રહ્યા છો તો તમે ઘરે જ ફટાફટ ભજીયાનો પ્લાન કરી શકો છો. તેમાં પણ જો તમે એકના એક બટાકા, ડુંગળીના ભજીયાથી કંટાળ્યા છો તો તમે ભરેલા મરચાના ભજીયા બનાવો તે યોગ્ય રહેશે. તો કરી લો ફટાફટ તૈયારી.
ભરેલા મરચાંના ભજીયા
સામગ્રી
-5 થી 6 નંગ જાડા લીલા મરચાં
-2 બટાકા(બાફેલા)
-1/2 ટીસ્પૂન ચાટ મસાલો
-1/2 ટીસ્પૂન ગરમ મસાલો
-1 કપ ચણાનો લોટ
-1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર
-1/4 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-તેલ તળવા માટે
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ લીલા મરચાને ધોઈને લૂંછી લો. હવે તેની વચ્ચે લાંબો ચીરો લગાવી બીજ બહાર કાઢી લો. બાફેલા બટાકા છોલીને છીણી લો. તેમા મીઠું, ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો. ચણાના લોટમાં મીઠુ, લાલ મરચુ, બેકિંગ પાવડર અને જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. લીલા મરચામાં બટાકાનું મિશ્રણ ભરો અને ચણાના લોટવાળા ખીરામાં ડુબાડી ગરમ તેલમાં તળો. તમે ઈચ્છો તો મરચાંના ઉપર પણ બટાકાના મિશ્રણની એક પરત લગાવી શકો છો. મરચાના ગરમા-ગરમ ભજીયા ચાની સાથે સર્વ કરો.