- ઓછા મરચાના કારણે નાની ઉંમરના બાળકો ખાવાનું કરે છે પસંદ
- હિંગનો વધાર પેટની સમસ્યાઓને કરશે બાય-બાય
- રોટલી કે ભાતની સાથે સરળતાથી પીરસી શકશો ગરમાગરમ દાળ
તમે અનેકવાર ઘરમાં દાળ બનાવી હશે અને તમે એ પણ જાણતા હશો કે ઢાબા સ્ટાઈલની દાળ સૌને પસંદ આવે છે. ખાસ કરીને ઠંડીની સીઝનમાં આ દાળનો સ્વાદ અલગ જ લાગે છે. તેનું કારણ છે કે તેનો વઘાર અલગ રીતે કરાય છે. જો તમે પણ આ ઢાબા સ્ટાઈલની ટેસ્ટી અને સિમ્પલ દાળ બનાવવા ઈચ્છો છો તો તમે તેને ડિનરમાં ટ્રાય કરી શકો છો. આ દાળનો સ્વાદ બાળકો અને વૃદ્ધોને પણ પસંદ આવે છે. સિમ્પલ દાળમાં હીંગનો વઘાર કરાશે તો તમારી દાળનો સ્વાદ બમણો થશે. તો જાણી લો સિમ્પલ રેસિપી.
સામગ્રી
- 2 કપ તુવેરદાળ
- 1 નાની ચમચી હળદર
- 1 નાની ચમચી લાલ મરચું
- 1 નાની ચમચી જીરું
- 1 નાની ચપટી હિંગ
- 1 નંગ સાબુત લાલ મરચું
- 2 મોટા ચમચા ઘી કે માખણ
- મીઠું સ્વાદ અનુસાર
બનાવવાની રીત
હીંગ દાળ બનાવવા માટે સૌથી પહેલા તુવેરની દાળને ધોઈ લો અને થોડીવાર પલાળીને રાખો. આ પછી દાળને કૂકરમાં નાંખો અને તેમાં મીઠું અને હળદર તથા પાણી ઉમેરીને 3 સીટી લો. દાળ ચઢી જાય તો ગેસ બંધ કરી લો. હવે એક કડાહી લો અને તેને ગરમ કરો. તેમાં હીંગ, જીરું, આખા લાલ મરચાં મિક્સ કરો અને શેકી લો. આ પછી કડાહીમાં દાળ ઉમેરી લો. તેને થોડી વાર સુધી ધીમા ગેસ પર ઉકળવા દો. જ્યારે બધું સારી રીતે ચઢી જાય ત્યારે ગેસ બંધ કરો. હવે એક પેન લો અને તેમાં 2 ચમચી ઘી લો. તે ગરમ થાય પછી તેમાં જીરું મિક્સ કરો. તેમાં આખા લાલ મરચા સિવાય હિંગનો વઘાર કરો. આ પછી આ વઘારને દાળમાં મિક્સ કરો અને ચમચીથી હલાવો. હવે તેની ઉપર બારીક સુધારેલી કોથમીર મિક્સ કરો. તમારી ગરમાગરમ ટેસ્ટી ઢાબા સ્ટાઈલ દાળ તૈયાર છે. તમે આ દાળને રોટલી અને ભાત સાથે પીરસી શકો છો.