- પંજાબ અને રાજસ્થાનમાં લોકપ્રિય છે મેથી કઢી
- દહીં અને મેથીનું મિશ્રણ હેલ્થ માટે રહેશે બેસ્ટ
- ગરમાગરમ રોટલી, પરોઠા કે ભાત કે ખીચડી સાથે ખાઓ
જ્યારે પણ કઢીની વાત આવે એટલે આપણા મનમાં ખાસ કરીને ગુજરાતી કઢીની યાદ આવી જાય છે. ખાટીમીઠી આ કઢી દરેકનું મન લલચાવી દે છે. પણ જો તમે અલગ પ્રકારની કઢીની મજા માણવા ઇચ્છો છો તો તમે પંજાબની જાણીતી એવી મેથી કઢીને ટ્રાય કરી શકો છો. આ મેથી કઢી રાજસ્થાનમાં પણ લોકપ્રિય છે. તેને તમે ગરમાગરમ રોટલી, પરોઠા કે ભાત કે ખીચડીની સાથે ઉપયોગમાં લઇ શકો છો. તે થાળીનો ટેસ્ટ તો વધારે છે સાથે જ તમારી ફેવરિટ બની શકે છે. નોંધી લો રેસિપિ અને હવે ટ્રાય કરો મેથી કઢીને તમારા રસોડામાં.
મેથી કઢી
સામગ્રી
- 125 ગ્રામ મેથીના પાન
- 11/2 લગભગ ત્રણસો ગ્રામ ફેંટેલું દહીં
- 1/2 કપ ચણાનો લોટ
- 3ટીસ્પૂન તેલ
- ચપટી હિંગ
- 1 નાની ચમચી જીરું
- 1/4 ચમચી હળદર
- 1/2 ચમચી લાલ મરચું
- 1 લાલ મરચું
- 1 નાની ચમચી આદુ
- મીઠું સ્વાદ અનુસાર
- 10 પાન લીમડો

રીત
મેથીના પાન તોડી લો અને તેને બે વાર પાણીથી ધોઇને તેને સાફ કરી લો. મેથીને તારવી લો. તેને બારીક સુધારી લો. એક કડાઇમાં તેલ ગરમ કરો અને સાથે તેમાં અડધી ચમચી જીરું અને હિંગ નાંખીને શેકી લો. જીરું શેકાઇ જાય એટલે તેમાં હળદર, બારીક લીલાં મરચાં, આદુની પેસ્ટ અને સાથે મસાલાને શેકી લો. ત્યારબાદ સુધારેલી મેથી ઉમેરો, એક કપ પાણી મિક્સ કરો અને સાથે સાત મિનિટ સુધી તેને પકવો, વચ્ચે વચ્ચે તેને હલાવતાં રહો અને મેથી નરમ થાય ત્યાં સુધી તેને ચઢવા દો. એક વાસણમાં દહીં અને ચણાનો લોટ મિક્સ કરી લો. તેમાં ગાંઠ ન રહે ત્યાં સુધી તેને હલાવો. તેમાં સાડા ત્રણ કપ પાણી મિક્સ કરો. મેથીને ચેક કરો. તે નરમ થઇ જાય ત્યારે તેમાં આ મિશ્રણને મિક્સ કરો, એક ચમચીથી સતત તેને હલાવો અને સાથે તેને સારી રીતે ઉકાળો. તેનાથી કઢી ફાટશે નહીં અને સાથે સારી રીતે બનશે. કઢીમાં લાલ મરચું નાંખો અને સાથે તેમાં મીઠું ભેળવીને ઉકાળો. કઢીને પંદર મિનિટ સુધી ઉકળવા દો. મેથી કઢી તૈયાર છે. ગેસ બંધ કરી દો અને સાથે તેને બાઉલમાં કાઢીને પીરસો, તે સ્વાદિષ્ટ લાગશે અને તેમાં ફરી વઘાર કરો.
વઘાર માટે
એક પેનમાં એક ચમચી તેલ નાંખો અને સાથે તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરું ઉમેરો. તે શેકાઇ જાય એટલે લીમડાના પાન ઉમેરો. સાથે તેમાં એક લાલ મરચું પણ ઉમેરો. ગેસ બંધ કરી દો અને સાથે લાલ મરચું પાવડર મિક્સ કરો. આ વઘારને કઢીની ઉપર નાંખો. સ્વાદિષ્ટ કઢી તૈયાર છે.