• અમેરિકાથી થઈ હતી Chocolateની શરૂઆત
  • 4000 વર્ષ જૂનો છે ચોકલેટનો ઈતિહાસ
  • ચોકલેટ સ્ટ્રેસ દૂર કરવાની સાથે થાક પણ કરે છે દૂર

દર વર્ષે 7 જુલાઈના રોજ વર્લ્ડ ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ચોકલેટની શરૂઆત અમેરિકાથી થઈ હતી. પહેલીવાર ચોકલેટ ડેની શરૂઆત 1550માં થઈ હતી જેના પછી તેને દુનિયાભરના દેશોમાં ઉજવવામાં આવે છે. શરૂઆતમાં તે કેટલાક વિસ્તારો અને દેશ સુધી જ સીમિત હતી. તો જાણો ચોકલેટના કેટલાક ખાસ ફાયદા પણ.

અનેક લોકોને પસંદ છે ડાર્ક ફ્લેવર

અનેક લોકો Chocolateમાં ડાર્ક ફ્લેવરને પસંદ કરે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી શરીરને ફાયદો પણ થાય છે. તેનાથી સ્ટ્રેસ ઘટે છે અને શરીરનો થાક પણ દૂર થાય છે. હવે ચોકલેટ ખાવું એ સામાન્ય બની ગયું છે. પણ તમે ભાગ્યે જ જાણતા હશો કે ચોકલેટની શરૂઆત ક્યાંથી થઈ છે.

4000 વર્ષ જૂનો છે Chocolateનો ઈતિહાસ


Chocolateનો ઈતિહાસ વર્ષો જૂનો એટલે કે લગભગ 4000 વર્ષ જૂનો છે. મોઢાનો સ્વાદ વધારનારી ચોકલેટ કોકોથી બને છે. માનવામાં આવે છે કે ચોકલેટને સૌથી પહેલા અમેરિકામાં બનાવવામાં આવી હતી. તેનું કારણ એ છે કે કોકોના ઝાડ સૌથી પહેલા અમેરિકાના જંગલોમાં મુખ્ય રીતે મળતા. આજના સમયમાં કોકોના ઝાડ દુનિયાથી અલગ ક્ષેત્રોમાં મળે છે. જ્યારે એકલા આફ્રિકામાં જ આખી દુનિયાની 70 ટકા કોકોની ખપત થાય છે.

અમેરિકામાં થઈ હતી ચોકલેટની શરૂઆત

જ્યારે ચોકલેટ બનાવવાની શરૂઆત થઈ તો તેને અનેક રીતે બનાવવામાં આવી હતી. જેમ જેમ સમય પસાર થયો તેમાં ફેરફાર આવતા ગયા અને હવે તેને એક સ્વાદિષ્ટ રૂપ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા અમેરિકામાં ચોકલેટ બનાવવામાં આવી હતી પણ જ્યારે તેને બનાવવાની શરૂઆત થઈ તો તે સમયે તેમાં સ્વાદમાં તીખાશ હતી. માનવામાં આવે છે કે અમેરિકન તેને બનાવવા માટે કોકોના બીજની સાથે અન્ય મસાલા અને મરચા પણ પીસતા. તેનાથી સ્વાદમાં મીઠાશની સાથે તીખાશ પણ આવતી. 

  • Follow us on: