Former Indian opener Virender Sehwag was responding to a Pakistani news anchor’s viral comment
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાની ન્યૂઝ એંકરની વાયરલ કોમેન્ટ પર સહેવાગે આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાની ન્યૂઝ એંકરની વાયરલ કોમેન્ટ પર સહેવાગે આપ્યો જડબાતોડ જવાબ

 | 8:15 pm IST
  • Share

  • પાકિસ્તાનની ન્યૂઝ એંકરને સહેવાગે આપ્યો જવાબ
  • અમે તારીખ બદલી નાખીશું: પાક. એંકર
  • ભારત-પાકિસ્તાન મેચ પહેલા વીરેન્દ્ર સહેવાગનું નિવેદન

આઇસીસીના આયોજનોમાં પોતાના ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાન વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાનાનો ખુબજ શાનદાર રેકોર્ડ રહ્યો છે. આઇસીસી ટી-20 વિશ્વકપમાં ભારતનો પોતાના પાડોસી વિરૂદ્ધ 5-0નો રેકોર્ડ છે. આઇસીસી ટી-20 વિશ્વકપ 2021માં ભારત-પાકિસ્તાન મુકાબલા પહેલા ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પાકિસ્તાન વિરૂદ્ધ ભારતની સફળતાનું કારણ જણાવ્યું છે. સહેવાગ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં ઘણા વર્ષ સુધી સહેવાગ પણ ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યા છે.

વીરીૂ પાજીએ પાકિસ્તાનની ન્યૂઝ એંકરને આપ્યો જવાબ

ટીમ ઇન્ડિયાના પૂર્વ ધાકડ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે પાકિસ્તાનની એક ન્યૂઝ એંકરના નિવેદન ‘તારીખ બદલી નાંખીશું’ પર જવાબ આપ્યો છે. સહેવાગે કહ્યું કે, ભારતની ટીમ દબાણની સ્થિતિને સારી રીતે સંભાળે છે અને નિવેદનો આપવામાં વિશ્વાસ ન રાખીને તૈયારીને મહત્ત્વ આપે છે. સહેવાગે કહ્યું,‘જે હું 2011 વિશ્વકપ અથવા 2003 વિશ્વકપની વાત કરૂ તો અમે દબાણમાં હતા. કારણ કે વિશ્વકપમાં અમારી સ્થિતિ પાકિસ્તાનથી વધારે સારી છે.’

ટીમ ઇન્ડિયા તૈયારીઓમાં માને છે

તેમણે કહ્યું,‘તો મારી સલાહ પ્રમાણે, જ્યારે આપણે તે વલણ સાથે રમીએ છીએ તો અમે ક્યારેય મોટા નિવેદનો આપતા નથી. પાકિસ્તાન તરફથી હંમેશા મોટા મોટા નિવેદનો આવે છે, જેમ કે (પાકસ્તાની એંકર)એ પોતાના શોની શરૂઆતમાં કહ્યું હતું કે,‘અમે તારીખ બદલી નાખીશું’. ભારત ક્યારેય આવી વાત નથી કરતું, કારણ કે તેઓ સારી તૈયારીઓ કરે છે. અને જ્યારે તમે ઉચ્ચ તૈયારીઓમાં જાવ છો, તો તમે પહેલાથી જ જાણો છો કે અંતિમ પરિણામ શું હોઇ શકે છે.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો