Former MP Kirti Azad joins Trinamool Congress Party today
  • Home
  • India
  • કોંગ્રેસને ઝટકો, બે દિગ્ગજ નેતાઓ TMCમાં જોડાયા

કોંગ્રેસને ઝટકો, બે દિગ્ગજ નેતાઓ TMCમાં જોડાયા

 | 7:36 pm IST
  • Share

  • પહેલા ભાજપ,પછી કોંગ્રેસ અને હવે TMCમાં સામેલ થયા કીર્તિ
  • રિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પણ TMCમાં જોડાયા
  • મમત બેનર્જીની નજર હવે 2024ની લોકસભા ચૂંટણી પર

કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ કીર્તિ આઝાદ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવર પણ ટીએમસીમાં જોડાયા હતા. કીર્તિ આઝાદ કોંગ્રેસ પહેલા ભાજપમાં હતા અને 2014ની લોકસભા ચૂંટણીમાં સંસદમાં પહોંચ્યા હતા. પરંતુ પક્ષ વિરોધી ગતિવિધિઓને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2018માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

તો બીજી તરફ, અશોક તંવર હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ હતા. 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં, અશોક તંવરે ટિકિટની વહેંચણીમાં પૈસાની લેવડદેવડનો આરોપ લગાવ્યા બાદ પાર્ટી છોડી દીધી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે ‘અપના ભારત મોરચા’ નામની પાર્ટી બનાવી હતી.

મમતા પાસે દેશને સાચી દિશામાં લઈ જવાની ક્ષમતા

કીર્તિ આઝાદે ઔપચારિક રીતે ટીએમસીનું સભ્યપદ સ્વીકારતા કહ્યું, હું હવે દીદીના નેતૃત્વમાં નિવૃત્ત થઈશ. દીદીએ જમીન પર ઉતરીને રાજકારણની લડાઈ લડી છે. હું એક રમતવીર છું, મારી કોઈ જાતિ નથી, મારો કોઈ ધર્મ નથી. દેશની એકતા અને અખંડિતતા જાળવવા હું દીદી સાથે લડીશ.

તેમણે આગળ કહ્યું, દેશને એવા નેતાની જરૂર છે જે દેશને સાચી દિશામાં લઈ જાય. દેશમાં આજે વિભાજનની રાજનીતિ ચાલી રહી છે. હું મમતા બેનર્જીના નેતૃત્વમાં કામ કરવા માંગુ છું. મમતાજી પાસે દેશને સાચી દિશામાં લઈ જવાની ક્ષમતા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો