Former Pakistan cricketer's tanvir ahmed statement about Team India's mentor Dhoni
  • Home
  • Sports
  • Cricket
  • ધોની ટીમ ઇન્ડિયાનો માર્ગદર્શક બનતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું

ધોની ટીમ ઇન્ડિયાનો માર્ગદર્શક બનતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું

 | 7:23 pm IST
  • Share

  • ભારત-પાકિસ્તાન મેચ પહેલા નિવેદનોનો મારો
  • ટી-20 વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા દબાણમાં: તનવીર અહમદ
  • મેન્ટર એમએસ ધોનીને લઇ પાકિસ્તાનના પૂર્વ ખેલાડીનું નિવેદન

ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે મહામુકાબલો રમાશે. આ મુકાબલા પહેલા સતત નિવેદનોનો મારો ચાલી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ખેલાડી તનવીર અહમદે એક મોટું નિવેદન આપ્યું છે. તનવીરનું કહેવું છે કે, આ વખતે ભારતની ટીમ સખત દબાણમાં છે, માટે મહેન્દ્ર સિંહ ધોનીને મેંટર તરીકે ટીમ ઇન્ડિયામાં સામેલ કર્યો છે.

એક કાર્યક્રમમાં તનવીર અહમદે કહ્યું,‘કાગળ પર જુઓ તો ભારતની ટીમ ખુબ જ મજબૂત છે. દુનિયાભરમાં તેઓએ જે ક્રિકેટ રમી છે તે ખુબ જ શાનદાર છે. પરંતુ જો તાજેતરનું પ્રદર્શન જોઇએ તો આ વખતે તેમના પર દબાણ છે. જો તમે વિરાટ કોહલીની વાત કરો તો તે ખુબ જ દબાણમાં છે, માટે તેણે ટી-20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી છે.’

તનવીરે કહ્યું કે પ્રેશરના કારણે જ ટીમ ઇન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીને માર્ગદર્શક તરીકે ટીમમાં સાથે રાખ્યો છે. જો તમે આઇપીએલની પણ વાત કરો તો જેઓ ટીમ ઇન્ડિયાના સદસ્ય છે, તેમનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નથી. માટે તેઓ દબાણમાં છે.

જણાવી દઇએ કે તનવીર અહમદે આ વાત એક ટીવી પ્રોગ્રામમાં કહી છે. તનવીર અહમદ પાકિસ્તાન માટે પાંચ ટેસ્ટ રમી ચુક્યો છે, જ્યારે ઘરેલૂ ક્રિકેટમાં તેના નામે 500થી વધુ વિકેટો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો