Fourth strict lockdown was imposed in Austria to stop the spread of corona
  • Home
  • Corona
  • આ દેશમાં કોરોના બોમ્બ ફૂટ્યો, ICU બેડની તીવ્ર અછત, લોકડાઉન લાગુ

આ દેશમાં કોરોના બોમ્બ ફૂટ્યો, ICU બેડની તીવ્ર અછત, લોકડાઉન લાગુ

 | 7:00 am IST
  • Share

  • દર્દીઓની સંખ્યા વધતાં હોસ્પિટલોમાં ICU બેડની તીવ્ર અછત

  • આવશ્યક ચીજોની દુકાનો સિવાય તમામ શોપ્સ 10 દિવસ માટે બંધ

  • ઓસ્ટ્રિયામાં કોરોનાનાં મહામારીએ માઝા મુકી છે

ઓસ્ટ્રિયામાં કોરોનાનાં મહામારીએ માઝા મુકી છે. સંક્રમણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અગાઉ કોરોનાને વકરતો રોકવા સરકાર દ્વારા જેમણે વેક્સિન લીધી ન હોય તેમના માટે ઘરની બહાર નીકળવા પ્રતિબંધ લગાવાયો હતો. આમ છતાં સંક્રમણમાં ગયા અઠવાડિયે તીવ્ર વધારો થયો હતો. સંક્રમિતોની સંખ્યા એક વર્ષ અગાઉનાં પીક પર  પહોંચી હતી. આને કારણે સરકાર દ્વારા કડક લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલોમાં ICU બેડની તીવ્ર અછત સર્જાઈ છે. દેશમાં ચોથી વખત લૉકડાઉન અમલી કરાયું છે. આકરા પ્રતિબંધો લાદનારો તે પહેલોપશ્ચિમ યુરોપનો દેશ બન્યો છે. સોમવારથી આકરું લૉકડાઉન લાગુ કરાયું છે આગામી 10 દિવસ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે. રેસ્ટોરાં, કાફે, બાર, થિયેટર અને બિનઆવશ્યક ચીજોની દુકાનો, હેરડ્રેસર્સની દુકાનો 10 દિવસ સુધી બંધ રાખવા આદેશ અપાયો છે. તે જરૂર પડે તો 20 દિવસ સુધી લંબાવી શકાશે.

ન્યૂઝીલેન્ડે આકરાં કોવિડ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. વાઈરસ સામે લડવા નવી સિસ્ટમ અપનાવવાનું નક્કી કર્યું છે. પીએમ જેસિન્ડા આર્ડેર્ને જણાવ્યું હતું કે કોરોના સામે લડવા 3 ડિસેમ્બરથી કોરોના સાથે રહેવાની નવી સિસ્ટમ અપનાવવામાં આવશે. ન્યૂઝીલેન્ડનું સૌથી મોટું શહેર ઓકલેન્ડ છેલ્લા 90 દિવસથી બંધ છે આમ છતાં કોરોનાને હરાવી શકાયો નથી. આથી હવે પ્રતિબંધો હટાવીને તેનાં વેપાર ધંધા ખુલ્લાં મુકાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો