Fraud of Sri Lankan NRI with Surat trader: Gujarat High Court seeks report
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરતના વેપારી સાથે શ્રીલંકાના NRIની ઠગાઈ: ગુજરાત હાઈકોર્ટે રિપોર્ટ મંગાવ્યો, જાણો કેસની વિગત

સુરતના વેપારી સાથે શ્રીલંકાના NRIની ઠગાઈ: ગુજરાત હાઈકોર્ટે રિપોર્ટ મંગાવ્યો, જાણો કેસની વિગત

 | 7:21 am IST
  • Share

શ્રીલંકામાં રહેતા ભારતીય નાગરિકે સુરતના વેપારી સાથે રૃ. ૪૦ લાખની છેતરપિંડી કરવાના કેસમાં, હાઈકોર્ટે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન પાસેથી સમગ્ર કેસનો રિપોર્ટ માગ્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

સુનાવણી સમયે, હાઈકોર્ટે મૌખિક ટકોર કરી હતી કે, ‘સુરતના સલાબતપુરા વિસ્તારમાં આ પ્રકારના કેસ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ વિસ્તારમાં વેપારીઓનુ યુનિયન શું કરે છે? આ લોકો બહારથી ધંધો કરવા આવે છે, તો તેની તપાસ કેમ કરાતી નથી? આ ગંભીર મુદ્દો છે.

આ પ્રકારના મિ. નટવરલાલને ભારતમાં પ્રવેશવા અને ધંધો કરવા પર રોક લગાવવી જરુરી છે. આરોપીએ કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે, તે અંગે અરજદાર અને પોલીસ માહિતી આપે.

હાઈકોર્ટે આરોપીના વકીલને આદેશ કર્યો છે કે, ‘તે વેપારીને પૈસા ક્યારે પરત આપશે તે જણાવે.સુરત પોલીસે રિપોર્ટ રજૂ કર્યો છેે કે, તે આ વ્યક્તિને બહાર મુક્ત કરવા માગતા જ નથી. પરંતુ, કોર્ટના આદેશના લીધે, તેને મુક્ત કરવો પડયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો