સ્વતંત્રતા સંબંધોથી નહીં સંબંધોમાં હોવી જોઈએ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • સ્વતંત્રતા સંબંધોથી નહીં સંબંધોમાં હોવી જોઈએ

સ્વતંત્રતા સંબંધોથી નહીં સંબંધોમાં હોવી જોઈએ

 | 4:25 am IST
  • Share

The best relationship is based on freedom not obligation.

આધુનિક સમયમાં લગ્ન સંબંધો તૂટી રહ્યાં છે કે પછી ન્યુકિલ્યર ફ્ેમિલીમાં વધારો થઈ રહ્યો છે. તો આ સ્થિતિ આવવાનું કારણ શું એ આપણે વિચાર્યું છે. આપણે તેની પાછળ માત્ર આધુનિકતા કે પિૃમી સંસ્કૃતિને જવાબદાર ઠેરવીએ છીએ. આ દલીલ બચાવ પ્રયુક્તિ સિવાય બીજું કંઈ જ નથી. આપણે આત્મમંથનમાં માનતા નથી અને જે માને છે તેને આપણે સ્વીકારતાં નથી. સંબંધોની વાત કરીએ તો તેમાં સ્વતંત્રતાને આગવું સ્થાન છે. તમારા સંબંધો સંકળાયેલા હોવા જરૂરી છે, પણ તેમાં ભારોભાર સ્વતંત્રતા પણ હોવી જોઈએ. દરેક સંબંધની આગવી સ્વતંત્રતા છે. પતિ અને પત્નીનો કે પછી પ્રેમી અને પ્રેમીકાનો સંબંધ હોય તો તેમાં વ્યક્તિગત સ્વતંત્રતાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તમે સંબંધથી બંધાયેલા છો છતાં બંધક નથી તે વાત દ્રઢપણે સ્વીકારી લેવી જોઈએ. તેમાં તમારી જવાબદારી હોય છે ,ફ્રજ હોય છે, પણ તેમાં મુક્તતાનો અને સ્વતંત્રતાનો ભાવ નહીં આવે તો તમે કશું જ નહીં કરી શકો.

ઘણાં લોકો ફ્રિયાદ કરતા હોય છે કે મને લગ્ન પછી મારી રીતે જીવવાની કોઈ સ્વતંત્રતા જ નથી. અહીંયા ખરેખર સ્વતંત્રતા શબ્દ આવતો જ નથી. અહીંયા જે વ્યક્તિ સ્વતંત્રતાની માંગણી કરે છે. તે ખરેખર સ્વચ્છંદતાની માંગણી કરતી હોય છે. સંબંધો એટલે પૂર્ણતા. આપણે જ્યારે કોઈ સંબંધમાં બંધાઈએ છીએ ત્યારે પૂર્ણતા તરફ્ ગતિ કરતા હોઈએ છીએ. એકલા ક્યારેય પૂર્ણતાને પામી ન શકાય. તમારે કશાની સાથે જોડાવું પડે. દરેક વ્યક્તિમાં દરેક બાબત હોતી નથી અને તેથી જ તેને પામવાની ઈચ્છાઓ થતી રહે છે. આ ઈચ્છાઓ આપણને પૂર્ણતાનો અનુભવ કરાવે છે. સંબંધો આ પૂર્ણતાની ફ્ળશ્રુતિ છે.

જ્યારે બે વ્યક્તિ સંબંધમાં જોડાય છે ત્યારે સ્વતંત્રતા પહેલો વિકલ્પ કે શરત હોવા જોઈએ. જો તે પૂરી નહીં થાય તો આગામી સમયમાં વ્યક્તિ સંબંધથી સ્વતંત્રતાની માંગણી કરવા લાગે છે. અત્યારનાં સમયમાં આપણે સંબંધમાં સ્વતંત્રતા નથી આપતા એટલા માટે જ સંબંધોથી સ્વતંત્ર થવાની ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે. સ્વતંત્રતા એટલે વ્યક્તિ છોડી દેવી તેમ પણ નહીં. કોઈ વ્યક્તિ થોડો સમય એકલા રહેવા માગે કે થોડો સ્પેસ માગે તો તેને આપવી જોઈએ. આ સ્પેસ સંબંધોને વધારે મજબૂત બનાવે છે. અવારનવાર જો સ્પેસ આપવામાં આવે તો અંતર વધે છે. આ અંતર સંબંધો માટે ભયજનક સાબિત થાય છે.

તમારી પત્ની, પતિ, પ્રેમીકા, પ્રેમી કે કોઈપણ વ્યક્તિ જ્યારે એકલતાની માંગણી કરે તો તેને આપવી જોઈએ. એકલતાને માણવાની સ્વતંત્રતા તમારા બોન્ડિંગને વધારે મજબૂત કરે છે. આપણે કોઈપણ સંબંધમાં સ્પેસ આપતા નથી અને તેથી જ ભીંસ વધે છે. પત્ની પોતાની ફ્રેન્ડ સાથે કિટી પાર્ટી કરવા માગે છે તો તેને જવા દો. તેવી જ રીતે પતિ પોતાના મિત્રો કે કલિગ સાથે નાઈટ આઉટ માટે જવા માગે છે તો તેને પણ જવા દો. એકાદ દિવસ બંને એકલા રહેશો તો અભાવ લાગશે પણ આભ નહીં તૂટી પડે. લગ્ન કરીને કે રિલેશનશિપમાં રહીને આપણે પુખ્તતાની આઝાદી મેળવી કે માણી શકીએ છીએ, પણ તેમાં રહેલી સ્વતંત્રતાની ભાવનાને સમજતા નથી.

બીજી વાત એવી પણ છે કે જ્યારે ઝઘડો થાય ત્યારે પોતાની ફ્રજ, કુરબાનીઓ ગણાવતા હોય છે. પત્ની કહે છે કે મેં મારું કેરિયર છોડયું, નોકરી છોડી, મારું ઘર છોડયું અને પોતાની મહાનતા સાબિત કરે છે. તેવી જ રીતે પતિ જણાવે છે કે મેં મોડે સુધી ફ્રવાનું છોડયું, મારા મિત્રો છોડયા, મારી આદતો બદલી અને બીજું ઘણું બધું. તમે તમારા જીવનસાથી માટે આ બધું કર્યું તો તેમાં ખોટું શું છે અને મોટું પણ શું છે. સાચા સંબંધો ક્યારેય તમે કશું ત્યાગ કરવાનું કહેતાં જ નથી. તમારે બધાં વચ્ચે બેલેન્સ કરવાનું છે. સાચા સંબંધો ક્યારેય તમને તમારા મિત્રો, સપનાં કે સ્વમાનને પણ ત્યાગવાનું કહેતાં નથી. તમે જો પ્રિયજનને ખરેખર કોઈ ભેટ આપવા માંગતા હોવ તો તેને થોડો સ્પેસ આપો. તેને છૂટા રહેવા અને સ્વતંત્ર રહેવાની તક આપો જેમાં ક્યાંય છૂટા કરી દેવાનો ભય ન હોય. મૂળ વાત એટલી જ છે, કે સંબંધોથી આઝાદી મેળવવાની નોબત આવે તે પહેલાં સંબંધોમાં આઝાદી આપવાની શરૂઆત કરી દેવી જોઈએ. દેશની આઝાદીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે સંબંધોની સ્વતંત્રતાને પણ ઓશોની ફ્લિસૂફી સાથે માણીએ…

Love can never possess. Love is giving freedom to other. Love is an unconditional gift, it is not bargain.     ?

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન