French Senate Passes controversial separatism bill
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રમઝાન મહિનામાં જ ફ્રાંસે ભર્યું આ મોટું પગલું, મુસ્લિમ થયા સરકારથી ખફા

રમઝાન મહિનામાં જ ફ્રાંસે ભર્યું આ મોટું પગલું, મુસ્લિમ થયા સરકારથી ખફા

 | 6:28 pm IST
  • Share

દુનિયાભરમાં રમઝાન મહિનો શરૂ થઈ ચૂક્યો છે પણ આ વચ્ચે ફાંસના એક પગલાંથી મુસ્લિમોમાં નારાજગી વધી ગઈ છે. ફ્રાંસીસી સીનેટે કટ્ટરપંથ ઈસ્લામ પર લગામ લગાવવા માટેના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલ બિલને પાસ કરી દીધું છે. આ બિલને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ મુસલમાનોને અલગ કરવાનો રસ્તો બની જશે. તેમાં અનેક સંશોધનોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં તમામ પ્રાવધાનોને સખત બનાવાયા છે. આ પ્રાવધાનોને દેશની નેશનલ એસેમ્બલી પહેલેથી જ મંજૂરી આપી દીધી હતી.

સીનેટમાં આ બિલના પક્ષમાં 208 વોટ પડ્યા તો વિરોધમાં 109. તમામ પ્રાવધાનો પર ચાલેલી લાંબી ચર્ચા બાદ આ બિલને સીનેટમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને ળઈ પહેલેથી જ સવાલ ઉભા કરવામાં આવી રહ્યા હતા. ફ્રાંસમાં તેની સામે વિરોધ પ્રદર્શન પણ થયા હતા. હાલ તેને સીનેટે પાસ કરી દીધું છે.

બિલમાં સામે કરાયેલ નવા સંશોધનોનો ઉદ્દેશ્ય ‘અતિવાદ’થી મુકાબલો કરવાનો છે. તેમાં તે તમામ પ્રાવધાન સામેલ છે જેમાં સ્કૂલ ટ્રીપ દરમિયાન બાળકોનાં માતા પિતાને ધાર્મિક પોશાક પહેરવા પર રોક, સગીરાઓના ચહેરા ઢાંકવા અથવા સાર્વજનિક સ્થળો પર ધાર્મિક પ્રતીકોને ધારણ કરવા પર રોક લગાવવાની વાત કહેવામાં આવી છે.

એક અખબારના રિપોર્ટ પ્રમાણે, આ સંશોધનોમાં યુનિવર્સિટી પરિસરમાં પ્રાથના કરવા પર પાબંદીની સાથે-સાથે લગ્ન સમારોહમાં વિદેશી ઝંડા લહેરાવવા પર રોક લગાવવાનું પણ પ્રાવધાન છે. પબ્લિક સ્વિમિંગ પૂલમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે લાંબા સમયથી વિવાદનું કારણ બનેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન