from google to twitter meet the indian ceo of american tech giants
  • Home
  • Tech
  • ગૂગલ-માઈક્રોસોફ્ટ સહિતની આ અમેરિકન ટેક કંપનીઓના CEO પણ ભારતીય

ગૂગલ-માઈક્રોસોફ્ટ સહિતની આ અમેરિકન ટેક કંપનીઓના CEO પણ ભારતીય

 | 3:05 pm IST
  • Share

  • જાણો અમેરિકન ટેક કંપનીઓના ભારતીય CEO વિશે

  • ટ્વિટરના નવા સીઈઓ હશે પરાગ અગ્રવાલ

માઇક્રો-બ્લોગિંગ સાઇટ Twitterના સહ-સ્થાપક જેક ડોર્સીએ CEO પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. હવે Twitterના નવા CEO પરાગ અગ્રવાલ હશે. એટલે કે વધુ એક અમેરિકન ટેક કંપનીની કમાન ભારતીયના હાથમાં આવી ગઈ છે.

આ પહેલા ઘણી અમેરિકન દિગ્ગજ ટેક કંપનીઓના સીઈઓ તરીકે ભારતીયો કામ કરી રહ્યા છે. અહીં અમે તમને કેટલીક મોટી અમેરિકન ટેક કંપનીઓ વિશે જણાવી રહ્યા છીએ જેની કમાન ભારતીયોના હાથમાં છે.

Google – સુંદર પિચાઈ

સુંદર પિચાઈએ IIT Madrasથી અભ્યાસ કર્યો છે. તેમને 2015માં ગૂગલના CEO બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2019માં તેમણે  ગૂગલની પેરેન્ટ કંપની Alphabetના CEO પણ બનાવવામાં આવ્યા હતા. સુંદર પિચાઈ વર્ષ 2004માં ગૂગલમાં જોડાયા હતા.

પિચાઈ ગૂગલ ટૂલબારના લાઈક્સ, ક્રોમના ડેવલપમેન્ટ અને ગૂગલ બ્રાઉઝર પર કામ કરી ચુક્યા છે. 2012માં તેમને પ્રોડક્ટ ડેવલપમેન્ટના સિનિયર વીપી બનાવવામાં આવ્યા હતા. 2 વર્ષ પછી, તે Google અને Android સ્માર્ટફોન OS ના પ્રોડક્ટ ચીફ બન્યા.

Microsoft – સત્ય નડેલા

સત્ય નડેલાને વર્ષ 2014માં Microsoftના CEO બનાવવામાં આવ્યા. સત્ય નડેલા 1992થી માઇક્રોસોફ્ટનો હિસ્સો છે. સત્યએ માઈક્રોસોફ્ટમાં મોટા ઉત્પાદનો પર કામ કર્યું છે. આને કારણે, કંપનીને ક્લાઉડ કમ્પ્યુટિંગ તરફ આગળ વધવામાં મદદ મળી. તેમણે કર્ણાટકની મણિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી અભ્યાસ કર્યો છે.

IBM – અરવિંદ કૃષ્ણ

એપ્રિલ 2020માં, અરવિંદ કૃષ્ણને IBM ના CEO બનાવવામાં આવ્યા. તેમણે 1990માં IBM સાથે કરિયરની શરૂઆત કરી હતી. અરવિંદે IIT કાનપુરમાંથી અભ્યાસ કર્યો છે. કૃષ્ણએ University of Illinoisથી પીએચડી કર્યું છે.

Adobe – શાંતનુ નારાયણ

શાંતનુ નારાયણ 2007થી Adobe ના CEO છે. તેઓ 1998માં સિનિયર વીપી તરીકે કંપનીમાં જોડાયા હતા. તે પ્રોડક્ટ ડેવલપમેન્ટનું ધ્યાન રાખતા હતા. 2005માં તેમને કંપનીના COO બનાવવામાં આવ્યા અને તેના બે વર્ષ પછી તેમને CEO પદની જવાબદારી સોંપવામાં આવી. શાંતનુ નારાયણે હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.

VMWare – રઘુ રઘુરામન

એપ્રિલ 2021માં, રઘુ રઘુરામનને VMWare ના CEO બનાવવામાં આવ્યા. તેમણે 2003માં VMWare માં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. કંપનીમાં, તે ટોચના ઉત્પાદનો ESX અને vSphere જોતા હતા. રઘુ રઘુરામને IIT બોમ્બેથી અભ્યાસ કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો