સિવડાવો ફુલ સ્લિવનો બ્લાઉઝ, અને આપો નવો લુક - Sandesh
  • Home
  • Lifestyle
  • સિવડાવો ફુલ સ્લિવનો બ્લાઉઝ, અને આપો નવો લુક

સિવડાવો ફુલ સ્લિવનો બ્લાઉઝ, અને આપો નવો લુક

 | 3:22 pm IST
  • Share

આજકાલ સાડીઓ પણ ઘણી સ્ટાઇલિશ મળે છે. પણ એ સ્ટાઇલિશ સાડીનાં બ્લાઉઝ આપણે કઈ રીતે સ્ટાઇલિશ સીવડાવીએ એની મથામણમાં સમય ખરાબ કરતા હોઈએ છીએ, કેમ કે અમુક સાડીઓ બ્લાઉઝથી જ નીખરે છે. આજકાલ બ્લાઉઝની પેટર્નમાં બહુ વેરાઇટી આવી ગઈ છે, પણ સ્લીવ્ઝ એ જ છે. શોર્ટ સ્લીવ્ઝ, કેપ સ્લીવ્ઝ અને બહુ-બહુ તો સ્લીવલેસ. આ બધી સ્લીવ્ઝ જો તમે તમારા બ્લાઉઝમાં કરી ચૂક્યા હોવ અને તમારે કંઈ નવું ટ્રાય કરવું હોય તો ફુલ સ્લીવ્ઝ ટ્રાય કરવા જેવી છે. ફુલ સ્લીવ્ઝના બ્લાઉઝની પેટર્ન હમણાં નથી ઊભરી, પણ આ બહુ જૂની પેટર્ન છે જે આપણા વડીલો અને રાણીઓ પહેરતાં હતાં. હવે આ પેટર્ને પાછી ફેશન-માર્કેટમાં દસ્તક આપી છે જેને લોકોએ અપનાવી છે.

હાથની બદસૂરતી
પહેલાંના જમાનામાં મહિલાઓ પોતાના હાથની બદસૂરતી છુપાવવા માટે ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ પહેરતી હતી. ઉંમર થતાં તેમના હાથની ચામડી ઢીલી પડી જતી. એ ઢીલી પડી ગયેલી ચામડી છુપાવવા માટે તેઓ ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ સીવડાવતી. પણ હવે આ એક ફેશન બની ગઈ છે. આજકાલ 50-80 ટકા મહિલાઓ પ્રસંગમાં ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ પહેરવાનું પસંદ કરે છે.’

એજ અને બોડી-ટાઇપ
કોઈ પણ એજ-ગ્રુપને સૂટ થતાં ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ દરેક બોડી-ટાઇપને સૂટ થતાં નથી. મારા હિસાબે જે મહિલા સ્થૂળકાય અને ઠીંગણી હોય તેણે ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ ન પહેરવાં જોઈએ, કેમ કે ફુલ સ્લીવ્ઝ તમારી બોડી-લાઇનને હાઇલાઇટ કરે છે.

એસેસરીઝ
ફુલ સ્લીવ્ઝવાળા બ્લાઉઝમાં તમારે બહુ ભારે એસેસરીઝ ન પહેરવી. મોતીની માળા, જયપુરી ઓર્નામેન્ટ્સ, ડાયમન્ડ જેવી લાઇટ એસેસરીઝ પહેરી શકાય છે. જો તમારે નેકલેસ ન પહેરવું હોય તો તમે માત્ર હેવી ઇઅર-રિંગ પહેરશો તો પણ તમે બધાથી હટકે લાગશો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો