Funerals of 594 civilians in 7 cities alone, the government said 74 deaths from corona
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • CMના હોમટાઉનમાં બુધવાર ગોઝારો, 7 શહેરોમાં જ 594 નાગરિકોના અંતિમ સંસ્કાર, સરકારે કહ્યું-કોરોનાથી 74 મોત

CMના હોમટાઉનમાં બુધવાર ગોઝારો, 7 શહેરોમાં જ 594 નાગરિકોના અંતિમ સંસ્કાર, સરકારે કહ્યું-કોરોનાથી 74 મોત

 | 7:25 am IST
  • Share

મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં કોરોનાને કારણે વધુ એક ગુરૂવાર ગોઝારો સાબિત થયો છે. ગુરૂવારે રાજકોટમાં અત્યાર સુધીના સૌથી વધુ ૮૨ મૃતદેહોને કોવિડ-૧૯ના પ્રોટોકોલ મુજબ સફેદ- વાદળી કવરમાં પેક કરીને હોસ્પિટલોમાંથી અંતિમક્રિયા માટે લઈ જવાયા હતા.

જો કે, સરકારે સત્તાવારપણે રાજકોટમાં કોરોનાને કારણે માત્ર ૧૦ જ દર્દીઓના મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતુ. આવી સ્થિતિ અમદાવાદ, સુરત, વડોદરા સહિત સાત શહેરોની રહી છે. જૂનાગઢ સિવાય સાત મહાનગરોમાં ગુરૂવારે કોવિડ-૧૯ના પ્રોટોકોલ સાથે ૫૯૪થી વધુ મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. જો કે, સરકારે ગુરૂવારે સાંજે જાહેર કરેલી અખબારી યાદીમાં કોરોનાને કારણે આ સાતેય શહેરમાં માત્ર ૭૪ના મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતુ.

મહાનગર       પ્રોટોકોલથી     સરકારી રેકર્ડ

                      અંતિમક્રિયા     મુજબ મૃત્યુ

અમદાવાદ         ૧૬૭થી વધુ    ૨૮

ગાંધીનગર        ૪૫                 ૦૩

વડોદરા             ૬૯                  ૦૭

સુરત                ૧૯૦થી વધુ     ૨૫

રાજકોટ             ૮૨                   ૧૦

ભાવનગર         ૭૦                 ૦૦

જામનગર          ૫૧                 ૦૦

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન