Funny Video Of Two Man Doing Garba With Social Distancing
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગરબા રમવા તરસતા આ લોકોએ કર્યા ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’વાળા ગરબા, વિડીયો જોઇ પેટ પકડી હસશો

ગરબા રમવા તરસતા આ લોકોએ કર્યા ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’વાળા ગરબા, વિડીયો જોઇ પેટ પકડી હસશો

 | 7:17 pm IST
  • Share

આ વર્ષે કોરોનાના અનેક તહેવારોની મજા છીનવાઈ ગઈ છે. નવરાત્રી ચાલી રહી છે, પરંતુ કોરોનાના કારણે ગરબા રમી શકાતા નથી. આવામાં લોકો પોતાની હતાશા કોઇને કોઈ મજેદાર રીતે બહાર નીકાળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અત્યારે આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં 2 લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન કરતા હોય એ રીતે ગરબા કરી રહ્યા છે. બંનેએ નાના ડાંડીયાની જગ્યાએ ‘પાઇપ’થી ગરબા રમી રહ્યા છે.

એટલું જ નહીં, એકબીજાથી અમુક અંતર રાખવા માટે સર્કલ પણ બનાવ્યા છે અને તે પ્રમાણે આ બંને જણા ગરબા રમી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ઘણો જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિડીયો જોઇને જ ‘ગરબાનો આનંદ’ લઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન