પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત કરે છે. આ વર્ષે કરવા ચોથનું વ્રત 20 ઓક્ટોબર રવિવારના રોજ છે. બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. આ લિસ્ટમાં પ્રિયંકા ચોપરાથી લઈને ઐશ્વર્યા રાય બચ્ચન, શિલ્પા શેટ્ટી, પ્રિતી ઝિન્ટા, અનુષ્કા શર્મા અને બીજી ઘણી અભિનેત્રીઓના નામ સામેલ છે.કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરી 2023ના રોજ બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. આ વખતે તેનું કરવા ચોથનું બીજું વર્ષ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ કરવા ચોથની ઉજવણી કરતા આવ્યા છે. ત્યારે આ વખતની વાત કરીએ તો બોલિવૂડ કપલમાં સોનાક્ષી સિન્હા, રકુલ પ્રિત સિંહ અને પરિણીતી ચોપરા પ્રથમવાર કરવા ચોથનું વ્રત કરશે. ત્યારે આવો જોઇએ ગત વર્ષે બોલિવૂડ કપલ્સની કરવા ચોથ ઉજવણીની સુંદર તસવીરો...





