બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે થોડા દિવસો પહેલા જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ છે. તાજેતરમાં જ તેના ઘરની કેટલીક તસવીરો શેર કર્યા બાદ અભિનેત્રીએ કહ્યું કે તેને ગૌરી ખાને એના ઘરમાં ઈન્ટિરિયર ડિઝાઈન કર્યું છે. અનન્યા પાંડેએ ફરી એકવાર ચાહકોને તેના નવા ઘરની ઝલક બતાવી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે શાહરૂખ ખાનની પત્ની અને ફેમસ ઈન્ટીરીયર ડીઝાઈનર ગૌરી ખાન સાથે જોવા મળી હતી. આ તસવીરો શેર કરતી વખતે અનન્યા પાંડેએ કેપ્શનમાં લખ્યું, 'મારું પહેલું ઘર... મારા સપનાનું ઘર. આભાર ગૌરી ખાન... હું તમારા કરતાં વધુ કોઈ સમજી શકે એમ નથી કે મારે આખરે શું જોઈતુ હતું... તમે શ્રેષ્ઠ છો. ....પ્રેમ..' અનન્યા પાંડે ધનતેરસના દિવસે પોતાના સુંદર ઘરમાં શિફ્ટ થઈ ગઈ. એક્ટ્રેસે તેના હાઉસની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી હતી. અનન્યા પાંડે બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા બંને એક ફિલ્મ ડેટ પર પણ જોવા મળ્યા હતા.




