Ruchi Gujjar કોણ છે? Cannesમાં પીએમ મોદીની તસવીરવાળો નેકલેસ પહેરી પહોંચી એક્ટ્રેસ

78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દુનિયાભરના સિને સ્ટાર્સ આવ્યા છે. ભારતીય મોડેલ અને એક્ટ્રેસ રૂચી ગુજ્જરે પણ કાન્સમાં રેડ કાર્પેટ પર ધૂમ મચાવી. સૌથી વધુ ધ્યાન તેના ગળાનો હાર પર ગયું, જેની ડિઝાઈન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરો હતી. રુચિના મતે, આ ગળાનો હાર પહેરીને તેને પીએમ મોદીને ટ્રિબ્યૂટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે રૂચી ગુજ્જર કોણ છે? રૂચિ ગુજ્જર 2023 માં મિસ હરિયાણા રહી ચૂકી છે. તે એક મોડેલ અને એક્ટ્રેસ છે. ગ્લેમર સિવાય રુચિ ગુજ્જર ભારતના મનોરંજન ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી રહી છે. રુચિએ જયપુરની મહારાણી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી, તે અભિનયની દુનિયામાં કારકિર્દી બનાવવાના પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા મુંબઈ આવી. રૂચી ગુજ્જરની સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.


[[$ad]]
[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]

કોણ છે રૂચી ગુજ્જર?

1/6Ruchi Gujjar

2/6Ruchi Gujjar

3/6Ruchi Gujjar

4/6Ruchi Gujjar

5/6Ruchi Gujjar

6/6Ruchi Gujjar

Gallery Ads