ભાવનગરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતન સાકરિયા અને મેઘના જાંબુચા આજે લગ્નના બંધનમાં બંધાયા છે. મેઘના જાંબુચા મુળ રાજકોટની છે. તે સૌરાષ્ટ્રની સિનિયર વિમેન્સ ક્રિકેટ ટીમમાંથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. ગયા વર્ષે બંનેની સગાઈ થઈ હતી. આ પહેલા ચેતન સાકરિયાએ 5 ડિસેમ્બરે 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને સગાઈની જાહેરાત કરી હતી. ચેતન સાકરિયાએ કેપ્શન લખ્યું હતું કે "સાથે મળીને સર્વશ્રેષ્ઠ પગલું લઈ રહ્યા છીએ અને અમે કાયમ માટે નિર્ણય લીધો છે,"
[[$ad]]
[[$googlead]]





