અભિનેત્રી દિશા પટાણીના બોલ્ડ લુકના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. Disha Pataniનો બોલ્ડ લુક લોકોને વધુ પસંદ આવી રહ્યો છે. સુશાત સિંહ સાથે એમ એસ ધોની અનટોલ્ડ સ્ટોરી ફિલ્મથી દિશાને વધુ લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં દિશા પટાણીનો નાનો રોલ હતો છતાં લોકોનું ધ્યાન ખેંચવામાં અભિનેત્રીને સફળતા મળી હતી. દિશા પટાણીનું નામ ટાઈગર શ્રોફ સાથે જોડાયું હતું. પરંતુ બંને કલાકારોએ કયારેય પણ ખુલીને પોતાના સંબંધમાં કોઈ વાત કરી નથી. પરંતુ હાલમાં દિશા પટાણી અને તેની બહેન ખુશ્બુ પટાણી કે જે એક ભૂતપૂર્વ સૈન્ય અધિકારી છે તેમણે પહેલગામની ઘટનાને લઈને એક સંદેશ શેર કર્યો છે. બંને પટાણી સિસ્ટરે આતંકી હુમલામાં ભારત કડક કાર્યવાહી કરે તેવી માગ કરી છે. જણાવી દઈએ કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલામાં 27 ભારતીયોના મોત થયા હતા. આ ઘટનામાં એક વિદેશી નેપાળી નાગરિકનું પણ મોત નિપજયું હતું. પહેલગામ ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ છે ત્યારે બોલીવુડ અભિનેત્રીએ પણ ખુલીને ભારત સરકારને સમર્થન આપતા આતંકીઓનો ખાતમો બોલાવવા માગ કરી છે.








