મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપના કારણે મ્યાનમારમાં ઘણી ઇમારતો ઝૂકી જવાના અહેવાલ છે. મ્યાનમારના પાડોશી દેશ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આવેલા આ ભૂકંપના કારણે એક નિર્માણાધીન ઈમારત પત્તાના પોટલાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપની અસર બાંગ્લાદેશ અને ભારત સહિત ઘણા દેશોમાં જોવા મળી હતી. જર્મનીના GFZ જીઓલોજી સેન્ટરે જણાવ્યું કે ભૂકંપ બપોરે 10 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો.. મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર લોકપ્રિય એવા બ્રિજ પણ તૂટી ગયો છે. ચીન અને તાઈવાનના અમુક હિસ્સામાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. ભારતમાં દિલ્હી-બિહારમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. બચાવ કર્મી દ્વારા જણાવવામાં આવેલા આંકડા અનુસાર, ભૂકંપના કારણે અત્યારસુધીમાં મ્યાનમારના માંડલેયમાં 20 અને ટૌગુમાં 5 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે થાઈલેન્ડમાં ડઝનથી વધુ લોકો ઘવાયા છે. અને 43 લોકો ગુમ છે.






