બોલીવુડની આ અભિનેત્રીઓ માતા બન્યા બાદ તેમની સુંદરતામાં વધુ નિખાર આવ્યો છે. સામાન્ય રીતે અભિનેત્રી માતા બન્યા બાદ ફિલ્મોમાંથી રીટાયર થાય છે. પરંતુ કરીના કપૂર અને આલિયા ભટ્ટે સાબિત કર્યું છે કે હવે બોલીવુડ અભિનેત્રી માતા બન્યા બાદ પણ સશક્ત અને ગ્લેમરસ રોલ પણ કરી શકે છે. આ અભિનેત્રીઓએ માતા બન્યા બાદ પણ આજે સંપૂર્ણપણે ફિટ છે. પહેલાના સમયમાં અભિનેત્રી લગ્ન કરે અને માતા બન્યા બાદ તેમને કેરેકટર રોલની ઓફર જ આવતી હતી. પરંતુ આજના સમયની અભિનેત્રીઓ કારર્કિદી સાથે પોતાના પરીવારને વચ્ચે બેલેન્સ રાખી પોતાની કેરિયર આગળ ધપાવી રહી છે. ઐશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂર, આલિયા ભટ્ટ, મલાઈક અરોરા ખાન, શિલ્પા શેટ્ટી, અનુષ્કા શર્મા જેવી બોલીવુડ અભિનેત્રીઓ માતા બન્યા બાદ વધુ પરિપકવ થવા સાથે વધુ સુંદર પણ બની છે.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]






