રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સંબંધિત વિભાગ તાત્કાલીક પોતાના રાજ્ય,જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરે તે જરૂરી છે. વિભાગો પોતાનો ડિઝાસ્ટર મેનેજમેનટ પ્લાન તૈયાર કરીને તેની ઉપર અમલ શરૂ કરે.આ ઉપરાંત વિવિધ વિભાગો પોતાની જરૂરીયાત પ્રમાણે વસ્તુઓ અને પુરવઠાનો પૂરતો જથ્થો અત્યારથી જ સુનિશ્ચિત કરે જેથી ભારે વરસાદ-પૂરની સ્થિતિમાં નાગરિકોને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય.રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ મુખ્ય સચિવ પંકજ જોષીએ જણાવ્યું હતું.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]








