અભિનેત્રી હિના ખાન હાલમાં બ્રેસ્ટ કેન્સરના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહી છે. અભિનેત્રી આ બીમારીનો બહાદુરીથી સામનો કરી રહી છે અને તે જલ્દી સાજા થવાની આશા રાખે છે. તેણે હાલમાં જ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે અને તેની સાથે આશાસ્પદ કેપ્શન પણ આપ્યું છે. હિનાની આ પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને જલ્દી સ્વસ્થ થવાની હિંમત આપી રહ્યા છે. હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં તે ફુલ મેકઅપ, ગોલ્ડન ઈયરિંગ્સ અને બોય કટિંગમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. આ સમય દરમિયાન તે સફેદ આઉટફિટમાં જોવા મળે છે આ તસવીરોમાં હિના ખૂબ જ એક્ટિવ દેખાઈ રહી છે અને તેના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે. આ તસવીરો શેર કરતાં હિના ખાને લખ્યું- 'ચાલુ રાખો... આશાવાદી.'
[[$ad]]
[[$googlead]]
Image : Hina Khan Instagram
[[$alsoread]]





