જમ્મુ-કાશ્મીરના પુલવામાં આતંકવાદીઓએ 22 એપ્રિલના રોજ બપોરે 12.30 વાગ્યે હુમલો કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનો મોત થયા છે. આજે ગૃહમંત્રી અમિતશાહે હુમલામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. જેના બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. હુમલામાં ઇજા પામેલા લોકોની પૂછપરછ કર્યા બાદ જ્યાં પ્રવાસીઓ પર હુમલો થયો તે ઘટનાસ્થળ પર પંહોચ્યા હતા. ગૃહમંત્રી અમિતશાહે પહેલગામ આતંકવાદી હુમલા સ્થળનું નિરીક્ષણ કર્યું અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ઘટનાને લઈને વિગતવાર અપડેટસ માંગ્યા. જણાવી દઈએ કે આતંકવાદી હુમલાના આર્મીએ કાર્યવાહી કરતા 2 લોકોને ઠાર કર્યા હતા અને હજુ પણ સેના દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પીએમ મોદી સાઉદી અરેબિયાની તેમની સત્તાવાર મુલાકાત ટૂંકી કરી અને બુધવારે દિલ્હી પરત ફર્યા, સત્તાવાર રાત્રિભોજન છોડી દીધું. એરપોર્ટ પર, તેમણે NSA અજિત ડોભાલ અને EAM S જયશંકર સાથે મુલાકાત કરી અને પહેલગામ હુમલા વિશે માહિતી મેળવી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. પુલવામાં હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઘટનાની નિંદા કરતા ભારત આનો 'જોરદાર અને સ્પષ્ટ જવાબ' આપશે તેમ કહ્યું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં આક્રોશનો માહોલ છે.







