જમ્મુ અને કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લામાં ઉત્તર-પૂર્વમાં આવેલું પહેલગામને 'મીની સ્વિટ્ઝર્લૅન્ડ' કહેવામાં આવે છે. ભારતના ઉત્તરભાગમાં પ્રવાસ કરવા દરમિયાન મુસાફરો ખાસ કરીને પહેલગામ આવવાનું પસંદ કરે છે. પહેલગામમાં ચારેબાજુ કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળે છે. સુંદર ઘાસનું મેદાન અને ચારે બાજુ લીલોતીરથી ફેલાયેલ મેદાન અને ઉંચા પર્વતો લોકોને વધુ આકર્ષે છે. તાપમાન નીચું હોય ત્યારે અહીંયા બરફથી ઢંકાયેલા પર્વતોનું દૃશ્ય જોઈ લોકો સ્વીટઝલેન્ડ પણ ભૂલી જાય છે. આ જ કારણ છે કે લોકો કુદરતી સૌંદર્યનો નજારો માણવા પહેલગામની વિશેષ મુલાકાત લેતા હોય છે. અને આજે આ પહેલગામમાં આતંકવાદી હુમલાને પગલે અરાજકતાની સ્થિતિ જોવા મળી છે. આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા છે. આ હુમાલની દુનિયાભરમાં નિંદા કરવામાં આવી છે. સરકાર દ્વારા આતંકવાદી હુમલામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.








