આજે 2મેના રોજ અગિયારમા જ્યોતિર્લિંગ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા. આજે શુક્રવારે સવારે 7 વાગ્યે આર્મી બેન્ડ દ્વારા ઓમ નમઃ શિવાય જય શ્રી કેદારના નાદ સાથે પરંપરાગતિ વિધિ સાથે કેદારનાથના કપાટ ખોલવામાં આવ્યા છે. કેદારનાથના કપાટ ખુલ્યા બાદ પહેલી પૂજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ખાસ પૂજામાં સામેલ હતા. મુખ્યમંત્રીએ શ્રી કેદારનાથ ધામના કપાટ ખુલવાના પ્રસંગે ભારત અને વિદેશના ભક્તોને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રથમ દિવસે જ 12 હજારથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા છે. જણાવી દઈએ કે ચારધામ યાત્રા અક્ષય તૃતિયાના દિવસે શરૂ થાય છે. અને ચારધામમાં કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવાનું ખાસ માહાત્મય છે.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]






