Kite Festival 2025: આજથી અમદાવાદના આકાશમાં અવનવી પતંગો ઉડશે, Photos

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025ની શરૂઆત થઈ ગઈ છે જેમા 47 દેશના પતંગબાજો પોતાની કળા બતાવશે અને પંતગોત્સવનો આનંદ માણશે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પંતગોત્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે,14 જાન્યુઆરી સુધી આ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 47 દેશના 143, ગુજરાતના 417 પતંગ રસિયા જોડાયા છે,અન્ય રાજ્યોમાંથી 52 પતંગ રસિયાઓ ભાગ લેશે.


[[$ad]]
[[$googlead]]

11થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન

આ વર્ષે તારીખ 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ 11 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતેથી થયો છે.

[[$alsoread]]

અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025 ના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો, 12 જાન્યુઆરી 2025 ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી , રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025’નું આયોજન કરવામાં આવ્યું છે.

  • Follow us on:

47 દેશના પતંગબાજો કળા દર્શાવશે

1/10

2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10

Gallery Ads