કૃતિ સેનન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. કૃતિ સેનન IIFA 2025 માં હાજરી આપવા માટે પહોંચી છે. આ દરમિયાન એક્ટ્રેસે બ્લેક કલરનો ઓફ-શોલ્ડર મિડી ડ્રેસ પહેર્યો હતો. કૃતિએ પોતાનો આ લુક ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. એક્ટ્રેસ બ્લેક પર્સ અને ગ્લેમ મેકઅપ સાથે પોતાનો બોલ્ડ લુક પૂર્ણ કર્યો છે. હાઈ પોનીટેલ અને કાળા બૂટ સાથે એક્ટ્રેસે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. કૃતિના કાનના બુટ્ટી બધાનું ધ્યાન ખેંચી રહ્યા છે. તેનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ તેના ફોટા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
[[$ad]]
[[$googlead]]






