મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. હવે તેમના લગ્નને માત્ર 8 દિવસ બાકી છે. આખો અંબાણી પરિવાર અનંત અને રાધિકાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. અંબાણી પરિવારના આંગણે 'મામેરુ' સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી રીતિ-રિવાજ મુજબ આ કાર્યક્રમ સાથે શુભ લગ્નની શરૂઆત કરવામાં આવી હતી. આ ખાસ ઈવેન્ટ દરમિયાન રાધિકા મર્ચન્ટ ઓરેન્જ અને પિંક લહેંગામાં જોવા મળી હતી. આ દરમિયાન તેની ક્યૂટ સ્ટાઈલ જોવા મળી હતી. મામેરુ સેરેમનીમાં રાધિકાના લુકએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેની હેર સ્ટાઈલ પણ ઘણી આકર્ષક હતી. તેના વાળમાં પ્લેટ્સ હતી અને એકદમ રાજકુમારી જેવી લાગતી હતી.
[[$ad]]
[[$googlead]]
ફોટો સૌજન્ય: મનીષ મલ્હોત્રા-ઇન્સ્ટાગ્રામ
[[$alsoread]]






