

51.38 કિલોમીટર લાંબી આ રેલવે લાઈન રૂ. 8071 કરોડની લાવેને બનાવવામાં આવી છે. આયઝોલના દુર્ગમ વિસ્તારોમાં રેલવે લાઈન વિછાવવી એ એન્જિનિયરિંગનું અજોડ કૌશલ્ય ગણાય છે.

બૈરાબી-સૈરાંગ રેલવે લાઇન મિઝોરમના દુર્ગમ પર્વતો અને ઘના જંગલોમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટમાં કુલ 48 સુરંગો અને 55 મોટા પુલો બનાવવામાં આવ્યા છે.

રેલવે લાઇનને તૈયાર કરવામાં 11વર્ષ લાગ્યા છે. બૈરાબી-સૈરાંગ રેલ લાઇનની આધારશિલા ભારતના વડાપ્રધાન મોદીએ નવેમ્બર 2024માં મૂકી હતી.

જેમાં એક પુલ 114 મીટર ઊંચો છે, જે કૂતુબ મિનારથી પણ વધુ ઊંચો છે. આ ઉપરાંત, 87 નાનાં પુલો, 5 રોડ ઓવરબ્રિજ અને 6 રોડ અંડરબ્રિજનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બૈરાબી-સૈરાંગ રેલ લાઇનના ઉદ્ઘાટન સાથે મિઝોરમને જોડતી પહેલી રાજધાની એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવશે.

આ રેલવે લાઇન 38 વર્ષમાં પહેલી વખત રાજ્યની રાજધાની આઇઝોલને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સાથે જોડશે.