CM ભૂપેન્દ્ર પટેલે ‘કાંકરિયા કાર્નિવલ-2025’નો કરાવ્યો પ્રારંભ, શહેરને મળી 526 કરોડના વિકાસકામોની ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના લોકપ્રિય અને વિશ્વવિખ્યાત એવા સાત દિવસીય કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો.

કાંકરિયા કાર્નિવલ-2025

1/6Kankaria Carnival

ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીની 101મી જયંતી એટલે કે 'સુશાસન દિવસ'ના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ અટલજીને ભાવવંદના કરી હતી અને જણાવ્યું હતું કે, કાંકરિયા કાર્નિવલ એ 'વિરાસત ભી, વિકાસ ભી'ના મંત્રનું ઉત્તમ ઉદાહરણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના લોકપ્રિય અને વિશ્વવિખ્યાત એવા સાત દિવસીય કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો.

2/6ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાનના માર્ગદર્શનમાં એએમસી દ્વારા અમદાવાદને કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, શોપિંગ ફેસ્ટિવલ, ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ સહિતના અનેક આકર્ષણો ભેટ મળ્યાં છે.

3/6કાર્નિવલ

કાંકરિયા કાર્નિવલ 'વિરાસત ભી, વિકાસ ભી'ના મંત્રને સાકાર કરે છે. કાંકરિયા કાર્નિવલ જેવા આયોજનોથી રિક્રીએશનલ ટ્રાન્સફોર્મેશન થયું છે તેવું તેમણે જણાવ્યું હતું.

4/6કાંકરિયા તળાવ

આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તથા અમદાવાદ વિકાસ સત્તામંડળના અંદાજે 526 કરોડથી વધારેના 109 વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

5/6CM bhupendar

અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંકરિયાની કાયા પલટ કરીને અમદાવાદીઓને આનંદ અને ઉલ્લાસ મળી રહે એ માટે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવી હતી, જે પરંપરા આજે પણ સતત ચાલુ છે.

6/6ahmedabad

કાંકરિયા કાર્નિવલના પ્રારંભે યોજવામાં આવેલી કાર્નિવલ પરેડ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરેડની થીમ લોકલ ટુ ગ્લોબલ હતી.

Gallery Ads